KALOL(Panchamahal)PANCHMAHAL

નાગરિકોની સુવિધા અર્થે કાલોલ નગરપાલીકા નું સીટી સીવિક સેન્ટર ની કામગીરી પૂર્ણતા ને આરે.

તારીખ ૧૨ એપ્રિલ

વાત્સલ્યમ્ સમાચાર

સાજીદ વાઘેલા કાલોલ 

રાજ્ય સરકાર દ્વારા ફ્લેગશિપ કાર્યક્રમ હેઠળ નગરપાલિકાઓમાં સિટી સિવિક સેન્ટર બનાવવાનું નક્કી કરવામાં આવેલ છે. જે અંતર્ગત વડોદરા ઝોનની ગોધરા, કરજણ,ડભોઈ,કાલોલ એમ ૪ નગરપાલિકાઓનો સમાવેશ થયેલ છે.તત્કાલીન પ્રાદેશિક કમિશનર નગરપાલિકાઓ પ્રશસ્તિ પારીક ના સમયગાળા દરમ્યાન આ ચારેય નગરપાલિકાઓમાં તેઓના માર્ગદર્શન હેઠળ સિટી સિવિક સેન્ટરની કામગીરી હાથ ધરવામાં આવેલ છે જેના ભાગરૂપે આ ચારેય નગરપાલિકાઓમાં નગરપાલિકા દીઠ અંદાજિત રૂ. ૧ કરોડનાં ખર્ચે સિટી સિવિક સેન્ટર બનનાર છે.જેનાથી કાલોલ નગરપાલિકા વિસ્તારનાં નાગરિકોને સિટી સિવિક સેન્ટર ખાતે જન્મ-મરણ,આવક અને જાતિનાં પ્રમાણપત્રો, ગુમાસ્તા ધારા નોધણી,માહીતી અધિકાર, ફેરિયાઓ ની નોધણી અને લાયસન્સ,હોલ બુકિંગ,મકાન નો નક્શો બિલ્ડીંગ મંજૂરી,મિલકત વેરો,ફાયર એનઓસી, આરોગ્ય અંગેના લાયસન્સ જેવી પાયાની જનસુવિધાઓ આગામી દિવસોમાં મળનાર છે. કાલોલ નગર પાલિકાના પૂર્વ પ્રમુખ શેફાલીબેન ઉપાધ્યાય અને ચિફ ઓફિસર હિરલબેન ઠાકર અને સભ્યો દ્વારા કરેલી મહેનત સેવા કેન્દ્ર સ્વરૂપે જલ્દી શરૂ થવા જઈ રહી છે. આ સિટી સિવિક સેન્ટર ફાયર સ્ટેશન ના ઉપરના ભાગમાં ઉભુ કરવામા પૂર્વ પ્રમુખ શેફાલીબેન અને સભ્યો ના પ્રયત્નોને આર.સી.એમ.કચેરી એ તુરંત સ્પેશયલ કેસમાં (ક વર્ગની)નાની નગરપાલિકા હોવા છતાં મંજૂરી આપવામાં આવી. કાલોલ માટે ગર્વની વાત છે આ સેન્ટર નું ટૂંક સમયમાં ફાયર સ્ટેશન ના ઉપરના ભાગમાં મુખ્યમંત્રી દ્વારા લોકાર્પણ થવાની સંભાવના છે.

[wptube id="1252022"]
Back to top button