RAMESH SAVANI

કટ્ટરવાદીઓ જેલમાં જાય છે અને ઉશ્કેરણી કરનાર સત્તા ભોગવે છે !

કટ્ટરવાદીઓ જેલમાં જાય છે અને ઉશ્કેરણી કરનાર સત્તા ભોગવે છે !

ઉત્તરપ્રદેશના હાપુડ મોબ લિંચિંગ કેસમાં જજ શ્વેતા દીક્ષિતે 6 વરસ બાદ 12 માર્ચ 2024ના રોજ 10 આરોપીઓને IPCકલમ-302/ 149, 307/ 149/ 147/ 148/ 153A હેઠળ આજીવન કેદની સજા કરી છે. દરેકને રુપિયા 58,000 નો દંડ પણ કરેલ છે.

18 જૂન 2018ના રોજ, ગૌહત્યાના શકનાં કારણે કાસિમ (45)ની હત્યા કરવામાં આવી હતી અને સમયુદ્દીન (65)ને ઢોર માર માર્યો હતો. કાસિમને પોલીસની હાજરીમાં ટોળાંએ ઘસડીને ગામમાં ફેરવ્યો હતો.

સમયુદ્દીને સુપ્રિમકોર્ટમાં યોગ્ય તપાસ માટે અરજી કરી હતી. સુપ્રિમકોર્ટે મેરઠના રેન્જ IGને મોબ લિંચિગ/ ધૃણા માટે તહસીન પૂનાવાલા કેસમાં આપેલ નિર્દેશો મુજબ તપાસ કરવા કહ્યું હતું. કાસિમને પોલીસની હાજરીમાં ટોળું ઘસડી રહ્યું છે તેવી તસ્વીર સામે આવતા ઉત્તર પ્રદેશની પોલીસે ટ્વીટર પર કહ્યું હતું કે ‘હાપુડની ઘટના માટે ખેદ છે, તપાસ કરીશું !’

ભોગ બનનારની પત્નીએ કોર્ટમાં કહ્યું હતું કે ‘અમે આરોપીઓને ફાંસીની સજા કરવાની માંગણી કરતા નથી, આરોપીઓ સાથે અમારે કોઈ દુશ્મની નથી. માત્ર ન્યાય ઈચ્છીએ છીએ !’

જેને સજા થઈ તે આરોપીઓ છે : શિવદયાળ/ જગદીશ/ ભોપાલ સિંહ/ સુરેશ/ પ્રેમપાલ/ સુખવીર/ ચંદ્રપાલ સિંહ/ વિરેન્દ્ર/ ગોપી/ ગજરાજ સિંહ છે. સાર એટલો જ કે ‘ધાર્મિક ઉશ્કેરણી પછી આવી હત્યાઓ થાય છે અને કટ્ટરવાદીઓ જેલમાં જાય છે અને ઉશ્કેરણી કરનાર સત્તા ભોગવે છે !’ 2002ની હિંસા માટે ગુજરાતની જેલમાં જે દોષિતો છે તેમની વેદના પણ આવી જ છે !rs

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button