GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: અવસર લોકશાહીનો..: રાજકોટ સંસદીય મત વિસ્તારમાં નાગરિકોને મતદાન માટે જાગૃત કરાયા

તા.૩/૫/૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

Rajkot: રાજકોટ સંસદીય મત વિસ્તારમાં લોકસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૪ અન્વયે જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી પ્રભવ જોશીના નેતૃત્વમાં મતદાન અંગે જાગૃતિ ફેલાવવાની કવાયત હાથ ધરવામાં આવી છે. જેમાં સ્વીપ નોડલ ઓફિસરશ્રી જિજ્ઞાસાબેન ગઢવીના માર્ગદર્શનમાં શહેરી વિસ્તાર અને ગ્રામીણ વિસ્તારમાં મતદારોને મતદાન માટે સતત પ્રેરણા આપવામાં આવી રહી છે.

રાજકોટ ગ્રામ્યમાં આવેલી કે.જી.ધોળકીયા શાળાના વિદ્યાર્થીઓએ અધિકારીઓ અને મતદાતાઓની ભૂમિકા ભજવીને મતદાન પ્રકિયા સમજાવી હતી. તેમજ ગોંડલ તાલુકાના અનલગઢ ખાતે આવેલા મહાકાળી માતાજીના મંદિરની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં યોજાયેલા લોકડાયરામાં હાસ્ય કલાકારશ્રી સાંઈરામભાઈ દવે એ કાર્યક્રમમાં ઉપસ્થિત તમામને અચૂક મતદાન કરવા અપીલ કરી હતી.

વાંકાનેર તાલુકા ભોજપરા ગામમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી જે. એસ. પ્રજાપતિની અધ્યક્ષતામાં મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ જણાવ્યું હતું કે, મતદાન કરવું એ દરેક નાગરિકની પવિત્ર ફરજ અને હક પણ છે. જેથી, દરેક નાગરિકે અવશ્ય મતદાન કરવું જોઈએ. આ કાર્યક્રમમાં વાંકાનેર તાલુકા વિકાસ અધિકારીશ્રી રિઝવાનભાઈ કોંઢિયા સહિત સ્ટાફ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતાં.

આ ઉપરાંત, જસદણ વિધાનસભા મત વિસ્તારમાં સમાવિષ્ટ ટર્ન આઉટ ઇમ્પ્લીમેન્ટેશન પ્લાન હેઠળના ગામો જેવા કે સાણથલી, વિરનગર, આટકોટ, જંગવડ વગેરેમાં મતદાનનું પ્રમાણ વધારવા માટે મહત્તમ મતદાન કરવાની અપીલ કરવામાં આવી હતી. તેમજ મહિલાઓએ મહેંદી લગાવી અને રંગોળી બનાવીને મતદાનની જાગૃતિ ફેલાવવાનો પ્રયાસ કર્યો હતો.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button