પ્રજાના હિત માટે સ્માર્ટ ઇલેક્ટ્રિક મીટર લગાવવાની કામગીરીને તાત્કાલિક ધોરણે બંધ કરવાની માંગ સાથે રજુઆત

તારીખ ૨૮/૦૫/૨૦૨૪
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ મામલતદાર કચેરી ખાતે શ્રી ભગીની સેવા મંડળ કાલોલ ના પ્રમુખ અંજુબેન મહેતા મંત્રી દીપ્તિબેન પરીખ ખજાનચી અસ્મિતાબેન પરીખ અને સભ્ય બહેનો સ્માર્ટ વીજ મીટરને લઈ પોતાનો વિરોધ નોંધાવી મુખ્યમંત્રીને સંબોધીને મામલતદાર કચેરી ખાતે બહેનો પહોંચી હતી જ્યાં મામલતદાર ને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી જેમાં કેન્દ્ર સરકારના પાયલેટ પ્રોજેક્ટ અંતર્ગત સરકાર દ્વારા ખાનગી કંપની ને ઉત્પાદિત ખામીયુક્ત સ્માર્ટ મીટર માટે કોન્ટ્રાક્ટ આપેલ છે ગુજરાત રાજ્યના જુદા જુદા જિલ્લામાં જુના મીટરના સ્થાને સ્માર્ટ મીટર નાખવાનું ઇન્સ્ટોલેશનની કામગીરી ચાલી રહી છે આ ઇન્સ્ટોલેશન થયા બાદ સ્માર્ટ વીજમીટર માં ત્રણથી પાંચ ગણો બીલ ની રકમમાં વધારો આવવાની ફરિયાદ વીજ ગ્રાહકોએ જીઈબી ઓફિસમાં ફરિયાદ કરવામાં આવી છે કે સ્માર્ટ મીટર દ્વારા વીજ બિલમાં બે મહિને આવતું બિલ અને ઇન્સ્ટોલેશન થયા બાદ સ્માર્ટ વીજ મીટર નું બિલ માં ત્રણ થી પાંચ ગણો વધારા આવ્યા ની રજુઆત કરી છે આ સ્માર્ટ વીજ મીટર ને કારણે પ્રજા માં ભારે રોષ જોવા મળે છે સરકારશ્રીને નમ્ર નિવેદન કરીએ છીએ કે આમ પ્રજાના હિતમાં તાત્કાલિક ધોરણે આ કામગીરી રદ કરવામાં આવે તેવી પ્રજાની માગણી અને લાગણી છે સમગ્ર ગુજરાતની પ્રજાનો સ્પર્શતો આ પ્રશ્ન હોય તો એમાં પ્રજાના હિત માટે આ ખાનગી કંપનીઓ નાણાકીય શોષણમાંથી બચવા સમગ્ર ગુજરાતની પ્રજાજનો તથા કાલોલ ના દરેક પ્રજાજનો વતી અમે આપ ને ફરીથી નમ્ર વિનંતી કરીએ છીએ કે તાત્કાલિક ધોરણે સ્માર્ટ મીટર ઇન્સ્ટોલેશન નું કામ બંધ કરાવોઅને આ તોતીંગ બિલ ની રકમ માંથી બચાવો અમને જુના મીટર અને જુની પદ્ધતિથી વીજ વિતરણ કરી આપવા અને પ્રજાને ન્યાય આપો ની વિનંતી સાથે લેખિતમાં કાલોલ મામલતદાર ને આવેદનપત્ર આપી રજૂઆત કરી છે.










