GUJARATJETPURRAJKOT

Rajkot: રાજકોટ જિલ્લામાં કલેકટર પ્રભવ જોશીના અધ્યક્ષસ્થાને ૫,૫૪,૨૫૧ જેટલા અસંગઠિત શ્રમયોગીઓનું રજીસ્ટ્રેશન સંપન્ન

તા.૨૩/૧૦/૨૦૨૩

વાત્સલ્યમ્ સમાચાર

ભારતના જી.ડી.પી.ના વિકાસ યાત્રામાં અસંગઠિત ક્ષેત્રનો ૫૦ ટકા જેટલો હિસ્સો સામેલ છે, ત્યારે ભારતભરમાં ૯૦ ટકા જેટલા લોકો અસંગઠિત ક્ષેત્રથી રોગાજરીનું નિર્માણ કરી રહ્યા છે. ભારત સરકાર દ્વારા અસંગઠિત શ્રમ યોગીઓની નોંધણી માટે રાજ્ય સરકારે ઇ-શ્રમ પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે.

જે અન્વયે રાજકોટ જિલ્લાના કલેકટરશ્રીની પ્રભવ જોશીના અધ્યક્ષસ્થાને સમિતિની રચના થયેલ અને તેમના માર્ગદર્શન હેઠળ રાજકોટ જિલ્લામાં અત્યાર સુધીમાં ૫,૫૪,૨૫૧ જેટલા અસંગઠિત શ્રમયોગીઓનું રજીસ્ટ્રેશન સંપન્ન થઈ ગયેલ છે.ઇ-શ્રમ કાર્ડ ધરાવતા અસંગઠિત શ્રમિકોને અકસ્માતથી મૃત્યુ કે કાયમી અપંગતાના કિસ્સામાં રૂ. ૨ લાખનો અને આંશિક અપંગતાના કિસ્સામાં રૂ.૧ લાખનો વીમો સહાય પેટે મળવા પાત્ર છે. તેનો કલેઇમની પ્રક્રિયા નાયબ શ્રમ આયુકતની કચેરી, રાજકોટ ખાતેથી કામગીરી કરવામાં આવે છે જેનો લાભ લેવા અને વધુ વિગતો કચેરી ખાતેથી મેળવી શકાય છે.

[wptube id="1252022"]
Back to top button