નાંદરખા પ્રાથમિક શાળા ખાતે શાળા શિક્ષક નો વિદાય સમારંભ સાથે સાંસદ રાજપાલસિંહ નો સત્કાર સમારંભ યોજાયો.

તારીખ ૧૬/૦૬/૨૦૨૪
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ તાલુકાના નાંદરખા ગામની પ્રાથમિક શાળા ખાતે શાળાના શિક્ષક જયંતીભાઈ ધુળાભાઈ પ્રજાપતિ નો વિદાય સમારંભ અને ૧૮ પંચમહાલ સંસદીય મતવિસ્તારમાંથી પાંચ લાખ ઉપરાંત મતોની સરસાઇથી વિજય મેળવનાર લોકલાડીલા સંસદસભ્ય રાજપાલસિંહ જાદવનો સત્કાર સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું જે વિદાય સમારંભ સાથે સત્કાર સમારંભમાં નાંદરખા ગામના મોટીસંખ્યામાં ગ્રામ્યજનો અને તાલુકા પંચાયતના ઉપપ્રમુખ ગુણવંતસિંહ પરમાર કાલોલ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ તથા કાલોલ તાલુકા પ્રાથમિક શિક્ષિત મહાસંઘ તથા કાલોલ તાલુકા સોસાયટીના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા ત્યારે આ પ્રસંગે કાલોલ તાલુકા ટીચર્સ ક્રેડિટ કો-ઓપરેટીવ સોસાયટીના ચેરમેન યુવરાજસિંહ જાદવ તથા વાઇસ ચેરમેન જયદીપસિંહ વાઘેલા તથા મંડળીના સેક્રેટરી ઘનશ્યામભાઈ પટેલ દ્વારા સાંસદ રાજપાલસિંહ જાદવ ને તલવાર તથા બુકે સાથે સાલ ઓડાળી સન્માન કરવામાં આવ્યું હતું જેમાં ટીચર સોસાયટીના કારોબારી સભ્યો પણ ઉપસ્થિત રહી નાંદરખા પ્રાથમિક શાળામાંથી નિવૃત્ત થતા શિક્ષક જયંતીભાઈ ધુળાભાઈ પ્રજાપતિને નિવૃત્તિ જીવનની શુભેચ્છા પાઠવવામાં આવી હતી.










