GUJARATJETPURRAJKOT

મોટર સાયકલ પ્રકારના વાહનો માટે જી.જે.૦૩-એન.ઈ. (GJ-03-NE) તેમજ અગાઉ બાકી ગોલ્ડન તેમજ સિલ્વર નંબરોના રી-ઈ-ઓક્શન

તા.૫/૯/૨૦૨૩

વાત્સલ્યમ્ સમાચાર

પ્રાદેશિક વાહનવ્યવહારની કચેરી, રાજકોટ દ્વારા મોટર સાયકલ પ્રકારના વાહનો માટે GJ-03- NE સીરીઝના ૧ થી ૯૯૯૯ સુધીના ગોલ્ડન તેમજ સિલ્વર નંબરની સીરીઝના બાકી રહેલા ગોલ્ડન સિલ્વર નંબરોના તેમજ અગાઉની સિરિજના બાકી નંબરો રી-ઈ- ઓકશનથી શરુ કરવામાં આવનાર છે.

ગોલ્ડન, સિલ્વર તેમજ અન્ય પસંદગીના નંબરો મેળવવા માટે તા. ૧૧/૦૯/૨૦૨૩ સાંજના ૦૪:૦૦ કલાક થી તા. ૧૬/૦૯/૨૦૨૩ સાંજના કલાક ૦૪:૦૦ સુધી ઓનલાઈન parivahan.gov.in પર રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. તા.૧૬/૦૯/૨૦૨૩ ના રોજ સાંજના ૦૪:૦૧ કલાકથી તા. ૧૮/૦૯/૨૦૨૩ સાંજના ૦૪:૦૦ કલાક સુધી ઓનલાઈન ઈ ઓકશનમાં બિડિંગ પ્રક્રિયા ચાલુ રહેશે. ઓકશન પૂર્ણ થયે વર્ગીકરણનું લિસ્‍ટ તા. ૧૮/૦૯/૨૦૨૩ ના રોજ સાંજના ૦૪:૧૫ કલાકથી ઓનલાઈન જોઈ શકાશે.

ઈ ઓકશન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ સફળ અરજદારે ભરવાપાત્ર થતી રકમ દિવસ – ૫ માં ઈ-પેમેન્ટથી ભરી દેવાની રહેશે તેમજ હરરાજીમાં નિષ્ફળ ગયેલ ઉમદેવારને દિવસ-પાંચમાં નાણા પરત કરવામાં આવશે. ઉપરોક્ત તારીખ સિવાય પસંદગીના નંબર માટે પૂછપરછ કરવા કચેરીનો સંપર્ક કરવો નહીં. જેની નોંધ લેવા પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીશ્રી, રાજકોટ દ્વારા જણાવાયુ છે.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button