હાલોલ:સરકારી પડતર જમીન ઉપર દબાણ કરી પાલિકાના ખોટા દસ્તાવેજ બનાવી સાચા તરીકે ઉપયોગ કરી વીજ કનેક્શન મેળવતા ૯ ઈસમો સામે નોંધાઈ પોલીસ ફરીયાદ

તા.૧૬.મે
વાત્સલ્યમ સમાચાર
કાદીર દાઢી.હાલોલ
હાલોલ ના મોજે હાલોલ રે.સર્વે નં.456 ને અડીને આવેલ વહેતા ખાડી કોતર વાળી સરકારી પડતર જમીનમાં વ્યાપારીક વીજ કનેનશન મેળવવા હાલોલ નગર પાલીકા કાર્યક્ષેત્ર માં આવતી હોઈ તે જમીન માં બાંધકામ કરી આકારણી નગર પાલીકામાં થી મેળવવાની હોઈ તે ન મેળવી પાલીકા તેમજ સરકારના સોફ્ટવેર મુજબ મળતીયા સાથે મળી બનાવટી પ્રોપટી નંબર નાખી આકારણી પત્રકો ખોટા હોવા છતાં તેનો સાચા તરીકે ઉપયોગ કરી વીજ કંપનીમાં આપી વીજ કનેક્શન મેળવી લેતા હાલોલ નગર પાલીકા ના મુખ્ય અધિકારીએ નવ ઈસમો સામે હાલોલ ટાઉન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે.
હાલોલ નગર પાલીકાના ચીફ ઓફિસર હિરલ હરિહરરાય ઠાકર એ હાલોલ ટાઉન પોલીસ મથકે નોંધાવેલ ફરિયાદ માં જણાવ્યું છે કે મોજે હાલોલ રે.સર્વે નં.456 ને અડીને આવેલ વહેતા ખાડી કોતર વાળી સરકારી પડતર જમીનમાં 13 જેટલા ઈસમોએ વ્યાપારીક ધોરણે દબાણ કરેલ,જે દબાણ દૂર કરવા હુકમ થયેલ,જેને લઇ દબાણકર્તાઓ એ કલેક્ટર કચેરી ગોધરા ખાતે અપીલ દાખલ કરેલ, પરંતુ જેનો કોઈ મનાઈ હુકમ મળેલ નથી.જે અનઅધિકૃત કબજા ભોગવટા વાળી જગ્યાની આકારણી રદ કરવા માટે પત્ર આવતા પાલીકા વેરા શાખા ના કર્મચારી હિતેશ મહેતા ના ઓએ રેકડ ઉપર ખરાઈ કરી માલુમ પડયું હતું કે દબાણકર્તાઓ ના નામે મિલકત આકારણી રજીસ્ટરમાં આવી કોઈ મીલકત આકારણી દફતરે નોંધાયેલ નથી. તેમ જણાઈ આવતા ચીફ ઓફિસર કર્મચારીઓ સાથે સ્થળ વિઝીટ કરતા વ્યાપારીક દબાણ વાળી જગ્યાએ વીજ કનેક્શન મેળવેલું હોવાનું જાણતા તે વીજ કનેશન મેળવવા માટે વીજ કંપનીમાં મિલકતના આધાર પુરાવા રજુ કર્યા હોવાનું ધ્યાને આવતા તેઓએ મધ્ય ગુજરાત વીજ કંપની ના કાર્યપાલક ઈજનેર ને દબાણકર્તા ની યાદી મોકલી માહિતી માંગતા મેળવેલ માહિતી અને પુરાવા માં નવ ઈસમોએ વીજ કનેક્શન મેળવવા માટે રજૂ કરાયેલા આકારણી પત્રક ની ખરાઈ કરતા તે મિલકતની વેરા શાખામાં કે આકારણી રજીસ્ટરમાં તે મિલકત ની કોઈ નોંધણી થઇ નથી.ઉપરાંત તે તમામ આકારણી પત્રકો માં કરેલી સહી પણ ખોટી હોવાનું તેમજ તેના ઉપર મારેલાં સિક્કાનો પણ દૂર ઉપયોગ થયો હોવાનું જણાઈ આવતા નવ ઈસમો સામે કોઈ મળતીયાઓ સાથે મળી ખોટા આકારણી પત્રકો બનાવડાવી કચેરીના સિક્કાનો દૂર ઉપયોગ કરી ફરજ ઉપરના કર્મચારી ની ભળતી સહીઓ કરી આકારણી પત્રકો ખોટા અને બનાવતી હોવાનું જાણતા હોવા છતાં તેના સાચા તરીકે નો ઉપયોગ કરી વીજ કનેક્શન મેળવી ગુનો કરતા નવ ઈસમો સામે ફરિયાદ નોંધાવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી.જેમાં આ તમામ નવ ઈસમો સામે નોંધાયેલ ફરિયાદની યાદીમાં (૧)શરીફ સરફુદ્દીન સૈયદ,રહે.અર્ચિ સિનેમા હાલોલ,(૨)તાહિર જાફર મામજી રહે.101 કોલોની હાલોલ,(૩) ઐયાઝ ફયાઝ સિદ્દીકુએ.પાવાગઢ બાયપાસ રોડ હાલોલ,(૪)અસ્ફાક નિશાર અહેમદ મહંમદખાન રહે. નવરંગ કોલોની હાલોલ,(૫)ઐયુબ મહમદસફી નાગોરી રહે. કે.જી.એન.પાર્ક હાલોલ,(૬)ખાન અસ્ફાક નિશાહામેદ રહે.નવરંગ કોલોની હાલોલ, (૭)ઉબેદુ રહેમાન અબ્દુલવકીલ ચૌધરી રહે.પાવાગઢ બાયપાસ રોડ હાલોલ,(૮)ઉસ્માન હનીફભાઇ અરબ રહે, પાવાગઢ બાયપાસ રોડ હાલોલ,(૯) ઈકરામુદ્દીન શબ્બીર અહેમદ લુહાર રહે.પાવાગઢ બાયપાસ રોડ હાલોલ આ તમામ નવ વ્યક્તિઓ સામે હાલોલ ટાઉન પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે તપાસના ચક્રો ગતીમાન કર્યા છે.










