
તા.૧૦ ફેબ્રુઆરી
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
બે યુવાનો વચ્ચે સામાન્ય બોલાચાલી બાદ મામલો હત્યામાં પરિણમ્યો:આરોપી પોલીસ સકંજામાં
રાજકોટ જિલ્લાના જેતપુરમાં હત્યાની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે અને અસામાજિક તત્વોને ખાખી વર્ધીનો કોઈ પણ પ્રકારનો ખૌફ રહ્યો ના હોય એમ તેઓ હત્યાની ઘટનાઓને અંજામ આપી રહ્યા છે.આ જ પ્રકારની એક ઘટના શહેરના ભોજાધાર વિસ્તારમાં આવેલ સાડીના કારખાના પાછળનાં મેદાનમાં બે યુવાનો વચ્ચે સમાન્ય બોલાચાલી બાદ હત્યા થયાનું સામે આવ્યું હતું હત્યા બાદ આરોપી ફરાર થઇ ગયા હતો જેતપુર પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી જેમાં હત્યારો આરોપી પોલીસ સકંજામાં સપડાઇ ગયા હોવાનું પોલીસ સૂત્રોમાંથી જાણવા મળ્યું છે.

આ અંગે સુત્રો પાસેથી પ્રાપ્ત વિગતો અનુસાર આજે બપોરે ત્રણ વાગ્યા આસપાસ આ વિસ્તારમા રહેતા જીગ્નેશ રવજીભાઈ નરસોતર ઉ.વ 35 નામના યુવાનને ચિરાગ વિનુભાઈ પરમાર નામના યુવકે ફોન કરી જીગ્નેશ ના પોતાના મકાનની થી થોડે દૂર કોઈ કામથી સાડીના કારખાના પાછળનાં મેદાનમાં બોલાવ્યો હતો એ દરમિયાન બન્ને વચ્ચે ઉગ્ર બોલાચાલી થતા ઉશ્કેરાઇ ગયેલા ચિરાગ પરમાર દ્વારા જીગ્નેશ પર પર હુમલો કરી પોતાની પાસે રહેલી છરી વડે હુમલો થતા તેઓનુ ઘટનાસ્થળે જ મોત નિપજ્યુ હતુ. આરોપી ચિરાગ ઘટના સ્થળેથી નાશી છુટ્યા હતો.

ઘટનાને પ્રત્યક્ષદશીઁઓ દ્વારા તાત્કાલિક 108 બોલાવી જીગ્નેશ નરસોતરને સરકારી હોસ્પીટલ ખાતે ખસેડવામા આવ્યા હતા જ્યા ડોક્ટરે મૃત જાહેર કરાયા હતા. સામાન્ય બોલાચાલીમા બનેલી હત્યાના બનાવની જાણ પોલીસને થતા તાત્કાલિક સીટી પોલીસ દ્વારા ઘટનાસ્થળે પહોચી હત્યા કરી નાશી છુટેલા શખ્સને પકડવા ચક્રો ગતિમાન કયાઁ હતા. હત્યાના કલાકો બાદ હત્યારા ચિરાગ પરમાર ને પોલીસે દબોચી લીધો હોવાનું જાણવા મળ્યું હતું
આ સમગ્ર બાબતે મૃતક યુવકની પત્ની હિનાબેન જીગ્નેશભાઈ નરસોતરનાં જણાવ્યા અનુસાર ચિરાગ પરમાર આ વિસ્તારમાં દારૂ વહેચતો હોય આથી જીગ્નેશ પોલીસને જાણ કરે છે તેવો વ્હેમ ચિરાગ પરમાર રાખતો હોય હત્યા પહેલાંનાં 15 દિવસ પહેલા આ બાબતે જીગ્નેશ અને ચિરાગ વચ્ચે માથાકૂટ સર્જાય હતી પરતું આરોપી ચિરાગ દ્વારા સમાધાન કરવામાં આવ્યું હતું ત્યારે ફરી તા. 09 ફેબ્રુઆરી ની રાત્રિના સમયે જીગ્નેશને માર આરોપી ચિરાગે માર્યો હતો એ ઘટના બાદ આજે પરિવાર સાથે અમોબધા લગ્ન પ્રસંગમાં ગયા હોઈ પરત ફરતા આરોપી ચિરાગ પરમાર એ મૃતક યુવક જીગેંશને ફોન આવતા મળવા ગયેલ હોઈ જે સમયે સામાન્ય બોલાચાલી બાદ સમગ્ર હત્યાની ઘટના બની હોવાનું ખુલ્યું હતું








