મોરબી જીલ્લા પોલીસ દ્વારા અકસ્માતના નવા કાયદાને લઇને ટ્રાન્સપોર્ટ એસો., ટ્રક માલિકો, ટ્રક-ચાલકો સાથે બેઠકનું આયોજન

મોરબી જીલ્લા પોલીસ દ્વારા અકસ્માતના નવા કાયદાને લઇને ટ્રાન્સપોર્ટ એસો., ટ્રક માલિકો, ટ્રક-ચાલકો સાથે બેઠકનું આયોજન
હાલમાં સમગ્ર દેશમાં નવા કાયદામાં કરવામાં આવેલ સુધારા અંગે ટ્રક ડ્રાઇવરોમાં ફેલાયેલ અફવાઓના આધારે ટ્રક ડ્રાઇવરો દ્વારા જુદી જુદી જગ્યાએ વિરોધ પ્રદર્શનો કરી ચક્કાજામ કરવામાં આવે છે.

જે અનુસંધાને મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી રાહુલ ત્રિપાઠી સાહેબની સૂચના અને નાયબ પોલીસ અધિક્ષક શ્રી પી એ ઝાલા સાહેબના માર્ગદર્શન હેઠળ મોરબી જિલ્લા ટ્રાન્સપોર્ટ એસોસિએશન, ટ્રક માલિકો અને ટ્રક ડ્રાઇવરો સાથે મીટીંગનું આયોજન કરવામાં આવ્યું.
મિટિંગમાં આવેલ તમામને ટ્રાફિક પીઆઈ લગારિયા સાહેબ તેમજ મોરબી તાલુકા પીઆઈ વાળા સાહેબ દ્વારા નવા કાયદા અંગે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું તેમજ કોઈ અફવામાં આવી કે કોઈના ઉશ્કેરવાથી ખોટી રીતે કોઈ કાયદા વિરુદ્ધનું કૃત્ય ન કરવા જરૂરી સૂચનાઓ આપવામાં આવી.

આ મીટીંગમા ટ્રાન્સપોર્ટ એસોસિયેશનના પ્રમુખ પ્રભાતભાઈ ડાંગર તેમજ ખુબ જ બહોળી સંખ્યામાં ટ્રક માલિકો તેમજ ટ્રક ડ્રાઇવરો હાજર રહેલ હતા.








