
અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
અરવલ્લી : જિલ્લામાં ચોમાસા જેવો માહોલ, નીચાણવારા વિસ્તારમાં પાણી ભરાયા, નારિયેળના વૃક્ષ પર વીજળી પડી જગતનો તાત ચિંતામાં મુકાયો

હવામાન ની આગાહી ને પગેલ રાજ્યના વિવિધ વિસ્તાર માં વરસાદ વરસ્યો હતો જેમાં ખાસ કરીને અરવલ્લી જિલ્લામાં ભિલોડા,મેઘરજ,મોડાસા, માલપુર, બાયડ સહીત અનેક વિસ્તારમાં ગાજવીજ સાથે ભારે વરસાદ વરસ્યો હતો જેના કારણે જગતનો તાત ચિંતિત બન્યો હતો વધુમાં મેઘરજ તાલુકાના માળકમ્પા ગામે નારિયેળ ના વૃક્ષ પર વીજળી પડવાના લાઈવ ધ્રશ્યો સામે આવ્યા હતા તો બીજી બાજુ માલપુર તેમજ મોડાસા ના નીચાણ વાળા વિસ્તારમાં પાણી ભરાતા નગરપાલિકા ની કામગીરી સામે સવાલો ઉભા થયાં હતા આમ જિલ્લામાં જાણે કે ચોમાસો માહોલ હોય તેવી રીતે ઠેળ ઠેળ વરસાદ વરસ્યો હતો
અરવલ્લી જિલ્લામાં વહેલી સવારે ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો જેમાં જિલ્લા ના વિવિધ તાલુકામાં વરસાદ વરસતા ચોમાસા જેવો માહોલ સર્જાયો હતો જેમાં મોડાસા શહેરમાં ધોધમાર વરસાદ વરસતા શહેરના નિચાણ વાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા ખાસ કરીને મેઘરજ રોડ ઉમિયા મંદિર વિસ્તાર માં ગુટણ સમાં પાણી ભરાયા હતા ઉપરાંત મેઘરજ રોડ બાયપાસ વિસ્તાર માં પણ પાણી ભરાયા હતા અને પાણી ભરાતા તંત્રની પ્રીમોન્સૂન પ્લાન ની પોલ ખુલી હતી ફરી એકવાર હજુ પણ વધુ વરસાદ ખાબકવા ની શકયતા રહેલી છે ત્યારે અરવલ્લી જિલ્લામાં વહેલી સવારે વરસાદ વરસતા ચોમાસા જેવો માહોલ જામ્યો હતો, કેટલાક વિસ્તારમાં વધુ વરસાદ વરસતા ખેતરમાં રહેલાં જાળ સહીત બાજરી નો પાક પણ પલરી ગયો હતો જેના કારણે જગતનો તાત ચિંતામાં મુકાયો હતો








