
તા.૧૩ જૂન
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
ધોરાજી – ઉપલેટા વિસ્તારના ધારાસભ્ય ડૉ મહેન્દ્ર પાડલિયાએ સંભવિત બીપરજોય વાવાઝોડા સંદર્ભે ઉપલેટા અને ધોરાજીની મામલતદાર કચેરી ખાતે ડિઝાસ્ટર કોન્ટ્રૉલ રૂમની મુલાકાત લીઘી અને પરિસ્થિતિની સમીક્ષા કરી રાહત બચાવની કામગીરી અંગે સાબદા રહેવા અધિકારીશ્રીઓને માર્ગદર્શન આપ્યું હતું.
ધારાસભ્ય ડૉ મહેન્દ્ર પાડલિયાએ વીજળી, દવા, પાણી સહિતની તમામ વ્યવસ્થાઓ સ્થળાંતરિતોને મળે તે સુનિશ્ચિત કરવાનો આદેશ પણ અધિકારીશ્રીઓને આપ્યો હતો. તેમજ જાનમાલને હાની થાય તેવા હોર્ડિંગ્સ બેનરો સત્વરે ઉતરાવી લેવાની સૂચના આપી હતી.
વાવાઝોડાની આગાહીના પગલે તમામ ઝુંપડપટ્ટીના લોકોને સલામત સ્થળે ખસેડવાની સૂચના હોવા છતાં ધોરાજી ખાતે ઝૂંપડપટ્ટી વિસ્તારના લોકોએ ઘર ખાલી ન કરતા હોય તાત્કાલિક ધારાસભ્ય ડૉ મહેન્દ્ર પાડલિયા ત્યાં પહોંચી તેઓને વાવાઝોડાની ગંભીરતા સમજાવીને તાત્કાલિક શાળાઓ ખાતે સ્થળાંતરિત કર્યા હતા.