
તા.૨૨/૩/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
Rajkot, Dhoraji: રાજકોટ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા લોકસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૪ અન્વયે મતદાન અંગે જાગૃતિ ફેલાવવામાં આવી રહી છે. જેના ભાગરૂપે ધોરાજીના પ્રાંત અધિકારીશ્રી જયેશભાઈ લીખિયાના માર્ગદર્શન હેઠળ યુનિયન બેંક ખાતે સેલ્ફી પોઇન્ટ ઊભું કરવામાં આવ્યું છે, જ્યાં મતદારો ઉત્સાહપૂર્વક સેલ્ફી લઇ રહ્યાં છે અને ફોટો પડાવીને સોશિયલ મીડિયા પર મૂકી રહ્યાં છે.
આ રીતે સેલ્ફી પોઇન્ટ મતદારોના આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. સેલ્ફી પોઇન્ટમાં #VoteForSure જેવા સૂત્રો સાથે મતદાન અંગે સચિત્ર જાણકારી આપવામાં આવી છે. આમ, ૭૫ – ધોરાજી વિધાનસભા મતદાર વિભાગના વધુમાં વધુ મતદારો મતદાન કરવા પ્રેરાય, તેવા પ્રયત્નો કરવામાં આવી રહ્યાં છે.
[wptube id="1252022"]