GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

સણસોલી ગામે જૂગાર રમતા ૭ ઈસમોને રૂ ૧૭,૨૦૦ સાથે કાલોલ પોલીસે ઝડપી કાર્યવાહી કરી

તારીખ ૦૭/૦૮/૨૩

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલ તાલકા પંથકમાં શ્રાવણીયા જુગારની મૌસમ ફૂલ બહારમાં ખીલી રહી છે તે મઘ્યેજ હરકતમાં આવેલ સ્થાનિક પોલીસે તાલુકાના સણસોલી ગામે છાપો મારી સાત જુગારીઓને રોકડ રકમ સાથે રંગે હાથ પકડી પાડી જુગારધારાની કલમો સાથે કાયદેસરની કામગીરી હાથ ધરી છે. પ્રાપ્ત માહિતી મુજબ તાલુકામાં પંથકમાં વધી રહેલી દારૂ જુગારની બદીને સખત રીતે ડામી દેવાના કામો સારુ પેટ્રોલીંગમાં હતી ત્યારે રવિવારે રાત્રી ના સુમારે સણસોલી ગામે કન્યાશાળા ની બાજુમાં કેટલાક ઈસમો અંધારામાં લાઈટ બલ્બના અજવાળે ગંજીફો ચિપી રોકડ રકમ દાવ પર લગાવી હારજીતનો જુગાર રમી રહ્યાં હોવાની ચોક્કસ બાતમીના આધારે પોલીસે બાતમીના સ્થળે છાપો મારતાં જુગાર રમતા સાત જુગારીઓને રંગે હાથે ઝડપી પાડયા છે.પોલીસે પકડેલા સાત જુગારીઓ પાસેથી અંગ ઝડતી માં રૂ.૭,૮૦૦ તથા દાવ પર લાગેલ રોકડ રકમ રૂ ૯,૪૦૦ કુલ મળી રૂ ૧૭,૨૦૦/ સાથે એક પાનાની કેટ સાથે તમામ જુગારીઓ ઇન્દ્રજીત રાઠોડ, કિરણસિંહ રાઠોડ, જીતેન્દ્રસિંહ રાઠોડ, રાજેશકુમાર રાઠોડ,ધર્મેશભાઈ રાઠોડ, ગોપાલસિંહ ગોહીલ,રાહૂલસિંહ રાઠોડ સામે જુગારધારાની કલમ ૧૨ મુજબ ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button