
તા.૩૦/૬/૨૦૨૩
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
રાજકોટ શહેરમાં અંકુર શાળા તથા કે.એસ.એન.કણસાગરા મહિલા કોલેજ ખાતે ટ્રાફિક જાગૃતિ અભિયાન અંતર્ગત ટ્રાફિક અવેરનેસ પ્રોગ્રામ યોજાયા હતા. આ બંને કાર્યક્રમોમાં અંકુર શાળામાં આશરે ૧૨૦ વિદ્યાર્થીઓ અને કણસાગરા મહિલા કોલેજમાં આશરે ૩૬૦ વિદ્યાર્થી બહેનો મળી કુલ ૪૮૦ વિદ્યાર્થીઓને ટ્રાફિકના નિયમો તેમજ રોડ સેફ્ટી વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
જેમાં સીટ બેલ્ટ બાંધવા, હેલ્મેટનો ઉપયોગ કરવા, વાહનના દસ્તાવેજોની અગત્યતા સહિતના મુદાઓ વિશે વિદ્યાર્થીઓને સમજ આપવામાં આવી હતી. આ તકે આર.ટી.ઓ.શ્રી કે.એમ. ખપેડ, ટ્રાફિક શાખા સબ ઇન્સ્પેક્ટરશ્રી કેયા ચોટલિયા અને ટ્રાફિક પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી વી.આર. રાઠોડએ ઉપસ્થિત રહીને વિદ્યાર્થીઓને ટ્રાફિક નિયમન અંગે જાગૃત કર્યા હતા.
[wptube id="1252022"]