JETPURRAJKOT

જામનગર રોડ આઈ.ટી.આઇ. ખાતે વિવિધ કોર્સ માટે પ્રવેશ પ્રક્રિયા શરૂ

તા.૬ જૂન

વાત્સલ્યમ્ સમાચાર

જકોટની જામનગર રોડ પર આવેલી સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થામાં ઓગસ્ટ ૨૦૨૩ ભરતી સત્ર અંતર્ગત વિવીધ ટ્રેડમાં પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.

૨ વર્ષના તાલીમ સમયગાળાના વાયરમેન, એટેન્ડન્ટ ઓપરેટર ઇન કેમિકલ પ્લાન્ટ(AOCP), ફિટરના કોર્સ તેમજ ૧ વર્ષના સમયગાળાના કોમ્યુટર ઓપરેટર એન્ડ પ્રોગ્રામિંગ આસિસ્ટન્ટ (COPA), મિકેનિક ડીઝલ(M.D.), હેલ્થ સેનેટરી ઈન્સ્પેકટર(HSI), ફિઝિયોથેરાપી ટેકનિશીયન, કોસ્મેટોલોજી કોર્સ માટે ધોરણ ૧૦ પાસ વિદ્યાર્થીઓ અરજી કરી શકશે. ડ્રેસ મેકીંગના ૧ વર્ષના કોર્સ માટે ૮ પાસ વિદ્યાર્થીઓ અરજી કરી શકશે.

પ્રવેશ માટે ઇચ્છુક વ્યક્તિઓ જાહેર રજા સિવાયના દિવસોમાં સવારના ૧૦ થી સાંજે ૫ કલાક દરમ્યાન સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થા, નાગેશ્વર મંદિર પાસે, શેઠનગર સામે, જામનગર રોડ, રાજકોટ ખાતે રૂબરૂ અથવા ૯૮૨૪૪૧૨૦૮૮, ૮૧૨૮૬૫૧૩૮૮ પર સંપર્ક કરી શકશે. ઓનલાઈન પ્રવેશ ફોર્મ https://itiadmission.gujarat.gov.in પર ભરી શકાશે. પ્રવેશ માટે ફોર્મ ભરવાની અંતિમ તારીખ ૨૫/૦૬/૨૩ છે, તેમ જામનગર રોડ આઈ.ટી.આઇ.ના આચાર્યશ્રીની યાદીમાં જણાવ્યું છે.

[wptube id="1252022"]
Back to top button