છોટાઉદેપુર જિલ્લામાં 30/12,2023 10:38 સવારે અવિનાશ રાઠવા ઝાબ સજવા રેલવે તંત્ર દ્વારા બોડેલી રેલવે ફાટક પર રોડ ઓવર બ્રિજ બનાવવા માટે લીલી ઝંડી આપી આગામી સમય માં રાજ્ય સરકાર R&B વિભાગ દ્વારા બ્રિજ નું કામ શરૂ કરવામાં આવશે

વડોદરા રેલવે ડિવિઝન ની મિટિંગ પ્રતાપનગર ખાતે તા 28/12/2023 ના રોજ સાંજે 4.00કલાકે DRM શ્રી જીતેન્દ્ર સિંહ જી ના અધ્યક્ષ સ્થાને મળી હતી જેમાં ડિવિઝન ના તમામ વિભાગ ના અધિકારીઓ અને DRUCC મેમ્બર અવિનાશ રાઠવા ઉપસ્થિત રહી ડિવિઝન માં થયેલ કામગીરી અને આગામી સમય માં કામગીરી કરવાની છે તે વિશે ચર્ચા વિચારણા કરવામાં આવી DRM સાહેબ શ્રી DRUCC મેમ્બરો ના પ્રશ્ન હલ કરવા ની ખાત્રી આપી હતી.
અવિનાશ રાઠવા એ પ્રતાપનગર થી અલીરાજપુર ટ્રેન ને જોબટ સુધી લંબાવી તે બદલ તમામ અધિકારીઓ નો આભાર વ્યક્ત કર્યો હતો.
વધુ માં અવિનાશ રાઠવા એ સુસ્કાલ ગામે ગરનાળા નંબર 125/એ જે રસ્તો રાયમુની મહારાજ ના મુનિ નગર તેમજ અન્ય ગામો માં જાય છે ઉપરાંત રાયમુની મહારાજ ના મુનિ નગર મંદિરે મોટી સંખ્યામાં આજુબાજુના ગામોમાંથી ભક્તો જતા હોય છે તેવા સમયે ગરનાળા માં પાણી ભરાય જવા ના કારણે રસ્તો બંધ થઇ જાય છે આવવા જવા માટે મુશ્કેલી પડતી હતી તેને ધ્યાન માં લઇ તેમજ અન્ય ગરનાળા માં પાણી ભરાઈ જવાના કારણે ખુબ જ તકલીફ પડતી હોય છે યોગ્ય રજૂઆત ને ધ્યાન માં લઇ રેલવે તંત્ર દ્વારા રોડ અંડર બ્રિજ માંથી પાણી નિકાલ માટે યોજના બનાવી છે તે યોજના નુ કામ આવતા ચોમાસા સુધી માં પૂર્ણ થશે તેમ અધિકારી ઓ જણાવ્યું હતું.
આગામી સમય માં પ્રતાપનગર થી જોબટ થી આગળ નુ સ્ટેશન ડેકા કુંડ 12 કેમ સુધી ટ્રેન લંબાવવા માં આવશે.
રેલવે લાઈન માટે જમીન સંપાદન દરમિયાન ખેડૂતો ને તેમજ અન્ય ને નુકસાન ના જાય તે માટે રજૂઆત કરવા માં આવી હતી
પલાસ વાડા ફાટક નં 20 વડોદરા ડભોઇ હાઇવે પર રોડ ઓવર બ્રિજ બનાવવા માટે રજૂઆત કરવા માં આવી હતી કારણ કે દિવસ માં ખુબજ વખત ફાટક બંધ કરવી પડે છે ટ્રેન આવવા ના કારણે ટ્રાફિક ખુબ થઇ જાય છે વાહનો ની લાંબી લાઈન લાગે છે જેના કારણે સમય પણ ખુબજ બગડે છે
જેતપુર પાવી રેલવે સ્ટેશન પર 2 ટ્રેન ક્રોસ થાય છે તેના કારણે મુસાફરો ને ટ્રેક ક્રોસ કરવા માં ખૂબ જ મુશ્કેલી પડે છે તેના લીધે ફ્લાય ઓવર બ્રિજ ની માંગણી કરી છે અને 1 પ્લેટફોર્મ છે મુસાફરો ને તકલીફ ના પડે તેના માટે પ્લેટફોર્મ નં 2 બનાવવા માટે રજુઆત કરી છે
જેતપુર પાવી નગર માં ફાટક નં 80 છે ત્યાં ટ્રેન ના કારણે વારં વાર ફાટક બંધ કરવી પડે છે તેના કારણે ટ્રાફિક ની સમસ્યા ખુબ મોટી છે વાહનો ની લાંબી લાઈનો લાગે છે જેના નિરાકરણ માટે રોડ અંડર બ્રિજ અથવા રોડ ઓવર બ્રિજ બનાવવા માટે રજૂઆત કરવા માં આવી હતી
[30/12, 10:38 am] અવિનાશ રાઠવા ઝાબ સજવા સુસ્કાલ રોડ અંડર બ્રિજ નં 125/એ, તેજગઢ RUB નં 142, સંખેડા નં 69/એ, છુછા પુરા નં 83/એ તેમજ અન્ય RUB નુ રેલવે તંત્ર દ્વારા યોજના અંતર્ગત કામ આગામી સમય માં થશે. જણાવ્યું હતું.
રીપોર્ટર અંજુમ ખત્રી બોડેલી









