AHMEDABADAHMEDABAD CENTER ZONEAHMEDABAD EAST ZONEAHMEDABAD NEW WEST ZONEAHMEDABAD NORTH ZONEAHMEDABAD SOUTH ZONEAHMEDABAD WEST ZONEAMRELIBHAVNAGARBOTADDANGJAMNAGARNAVSARIRAJKOTSURENDRANAGARTAPIVALSAD
રાજ્યના કેટલાક જિલ્લાઓમાં છૂટાછવાયા વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી

ગુજરાતમાં મે મહિનાના આકરા તાપના કારણે લોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે. ત્યારે આગામી 11થી 15મી મે દરમિયાન રાજ્યના કેટલાક જિલ્લાઓમાં છૂટાછવાયા વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.
હવામાન વિભાગ અનુસાર, 11મી મેના રોજ નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડમાં કમોસમી વરસાદ પડી શકે છે. જ્યારે 12 અને 13મી મેના રોજ દક્ષિણ ગુજરાતની સાથે સાબરકાંઠા અને અરવલ્લીમાં પણ વરસાદ પડવાની શક્યતા છે. તો 14મી મેના રોજ દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની સાથે જામનગર, રાજકોટ, સુરેન્દ્રનગર, બોટાદ, અમરેલી, ભાવનગર પણ વરસાદમાં ભીંજાઇ શકે છે. આ ઉપરાંત 15મી મેના રોજ નવસારી, તાપી, ડાંગ અને વલસાડમાં છૂટાછવાયા વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.

[wptube id="1252022"]




