
૦૩ નવેમ્બર વાત્સલ્યમ્ સમાચાર
નિલેશ સોલંકી ઉપલેટા
ઉપલેટા તાલુકાનાં ઢાંક ગામે આલેચ પહાડના શિખર ઉપર બિરાજમાન દેવાધિ દેવ મહાદેવશ્રી ડુંગરેશ્વર મહાદેવના મહંતશ્રીપથિકમુનિજી બાપુ પંચ કૈલાશી દ્વારા ૧૨ જ્યોતિર્લીંગ અને ચાર ધામ માટે દંડવત કરીને સંકલ્પ કરેલ જે દંડવત યાત્રા શરૂ કરેલ છે.
પથિકમુનિજી બાપુ અત્યારે મેરવદર થી આગડ દંડવત કરતાં પહોચ્યા છે પૂજ્ય બાપુનું ઠેર ઠેર સ્વાગત થઈ રહ્યું છે.
ખુબજ કઠિન ખુલ્લા પગે દંડવત યાત્રા હોય બાપુએ જણાવ્યુ હતું કે જાન્યુઆરી સુધી એટલે કે ૧૪ જાન્યુઆરી સુધીમાં સોમનાથ પ્રથમ જ્યોતિર્લીંગના દર્શન કરી પોતાનો સંકલ્પ પૂર્ણ કરી ત્યાથી દ્વારકા- નાગેશ્વર માટે દંડવત યાત્રા ફરી શરૂ કરવામાં આવશે તેવું પથિક મુનિજીબાપુએ જણાવ્યુ છે.
[wptube id="1252022"]




