GUJARATMORBI

કૃષિવિજ્ઞાન કેન્દ્ર, મોરબી ખાતે પ્રાકૃતિક ખેતી વિષે જાગૃતી માટેની શિબિરનું આયોજન

કૃષિવિજ્ઞાન કેન્દ્ર, મોરબી ખાતે પ્રાકૃતિક ખેતી વિષે જાગૃતી માટેની શિબિરનું આયોજન કરાયેલ. આ શિબિરમાં પ્રાણજીવન કાલરિયા દ્રારા સંચાલિત વોટ્સએપ ગૃપ “પ્રાકૃતિક શાકભાજી પ્રોત્સાહક મંડળ”, “પ્રાકૃતિક ખેતી પ્રચાર મંડળ” તથા “આયુર્વેદ પ્રચારક સંગઠન”ના ૮૦ જેટલા સભ્યોએ હાજરી આપેલ.


હાજર તાલીમાર્થીઓને પ્રાકૃતિક ખેતીનું પુસ્તક, સિંધાલૂણ પેકેટ, ચાર પ્રકારના શાકભાજીના બીજ ફ્રીમાં આપવામાં આવેલ. છેલ્લાં થોડાં સમયથી મોરબીના જાગૃત લોકોમાં આયુર્વેદ, પર્યાવરણ, પ્રાકૃતિક ખેતી જેવી બાબતોમાં સારો એવો રસ લઇ આવા કાર્યક્રમોમાં ઉત્સાહપૂર્વક જોડાઇ રહ્યા છે. મોરબીના નાગરિકોને ઓર્ગેનિક શાકભાજી, સિંધાલૂણ, ઓર્ગેનિક ખાંડ, મગફળી તેલ, મિલેટ, ઓર્ગેનિક મધ, મસાલા, વરિયાળી, ધાણા, મેથી વગેરે સસ્તા દરે ઉપલબ્ધ થાય તેવું આયોજન થઇ રહેલ છે.
મોરબીમાં ઓર્ગેનિક શાકભાજી માટે બનાવેલ ગૃપના સભ્યોને ઝેર વગરના શાકભાજી મળતાં થયા છે. આગામી દિવસોમાં બહેનો માટે આવી શિબિરનું આયોજન થઇ રહેલ છે.


પ્રાકૃતિક કૃષિ જાગૃતિ શિબિરમાં કૃષિવૈજ્ઞાનિકો અને અનુભવી પ્રાકૃતિક કૃષિકારોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત શિબિરાર્થીઓને માર્ગદર્શન આપી પ્રાકૃતિક ખેતીની જરૂરિયાત પર ભાર મુકેલ હતો.આગામી કાર્યક્રમમાં જોડાવા કે અમારા દ્વારા ચાલતાં ગૃપમાં સામેલ થવા પ્રાણજીવન કાલરિયાને ૯૪૨૬૨૩૨૪૦૦ પર વોટ્સએપ કરવો.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button