
12 ઓગસ્ટ વાત્સલ્યમ્ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા
દાંતીવાડા બ્લોક ખાતે વિવિધ સ્પર્ધાઓમાં કુલ ૭૦ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.વિદ્યાર્થીઓના વિવિધ કૌશલ્યોના વિકાસના ભાગરૂપે તેમનામાં રહેલી વિવિધ કલા અને પ્રતિભાને પ્રેરણા અને પ્રોત્સાહન મળી રહે તે હેતુથી આજ રોજ દાંતીવાડા બીઆરસી પર જી.સી.ઈ.આર.ટી., ગાંધીનગર તથા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, પાલનપુર પ્રેરિત G-20 થીમ પર કલા ઉત્સવ અને નિપુણ ભારત મિશન અંતર્ગત વાર્તા સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. કલા ઉત્સવમાં જુદી જુદી ચાર સ્પર્ધાઓમાં ૪૦ વિદ્યાર્થીઓ તથા વાર્તા સ્પર્ધાના જુદા જુદા ત્રણ વિભાગમાં ૩૦ વિદ્યાર્થીઓ મળી કુલ ૭૦ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. દરેક સ્પર્ધામાં એક થી ત્રણ ક્રમે આવેલ વિદ્યાર્થીઓને રોકડ ઈનામ તેમજ સ્પર્ધામાં ભાગ લીધેલ તમામ વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર અને કંપાસ કીટ આપીને પ્રોત્સાહિત કરાયા હતા. સ્પર્ધક વિદ્યાર્થીઓ સાથે આવેલ માર્ગદર્શક શિક્ષકોને પેન તથા નિર્ણાયક તરીકે કામગીરી કરનાર શિક્ષકોને પેન અને પ્રમાણપત્ર આપીને બીઆરસી કો-ઓર્ડીનેટર દશરથભાઈ ચૌધરી દ્વારા સન્માનિત કરાયા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે બ્લોક સ્ટાફ તેમજ સી.આર.સી કોઓર્ડીનેટર ઈસરાઈલભાઈ સુણસરા, રમેશભાઈ ભુતડીયા, ફલજીભાઈ ચૌધરી, મહેન્દ્રભાઈ ચૌહાણ, મનોજભાઈ મોદી, કૌશિકભાઇ પટેલ, કરણભાઈ સિંધી, ભાવેશભાઈ પંચાલ હાજર રહેલ હતા. કાર્યક્રમની આભારવિધિ હરેશભાઈ દરજી સી.આર.સી કો. વાઘરોળ દ્વારા કરવામાં આવેલ હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન હિતેશભાઈ મહેતા સી.આર.સી.કો. ભાંડોત્રા દ્વારા કરવામાં આવેલ હતું.