
તા.૬ ફેબ્રુઆરી
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
મૃતક કર્મચારીએ અઢી લાખનાં પચીસ લાખ રૂપિયા ભરપાઈ કરવા છતાં વ્યાજખોરોની પઠાણી ઉઘરાણી ના કારણે કંટાળી જઇ પગલું ભર્યું.
રાજ્યમાં ૧૦૦ દિવસમાં વ્યાજખોરોથી મુક્તિ માટેનું અભિયાન ચાલી રહ્યું છે તો બીજી બાજુ રાજકોટના જેતપુરમાં વ્યાજખોરોના ત્રાસથી આત્મહત્યાની ઘટનાઓ પણ સામે આવી રહી છે. વ્યાજખોરોને પોલીસનો અને કાયદાનો કોઈપણ પ્રકારનો ડર જ ન રહ્યો હોય તેમ લેણદારો પાસેથી મુદ્દલનું અનેકગણું વ્યાજ વસૂલી લીધું હોવા છતાં હજુ ઉઘરાણી કરી રહ્યા હોવાનું ચાલુ જ છે.ત્યારે વ્યાજખોરોના ત્રાસથી જેતપુરમાં વધુ PGVCL કર્મચારીએ સુસાઈડ નોટ લખી ગળાફાંસો ખાઇ આપઘાત કર્યો હતો.

બનાવની વિગતો મુજબ જેતપુરના ગણેશ નગરમાં રહેતા અને વાંકાનેર ખાતે PGVCL માં વાયરમેન માં ફરજ બજાવતા હર્ષદ વણઝારા નામના કર્મચારીએ પોતાના ઘરે વહેલી સવારે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો આપઘાત પાછળનું કારણ વ્યાજચક્ર હોવાનું ખુલ્યું હતું. મૃતક કર્મચારીએ ચાર વર્ષ પહેલાં વ્યાજે ધિરાણ કરતા ત્રણ વ્યક્તિઓ પાસેથી ૨.૫૦ લાખ રૂપિયા વ્યાજે લીધેલ હોઈ જે મૃતક કર્મચારીએ તેમના ૨૫ લાખ ચૂકવી આપ્યા હોય તેમ છતાં વ્યાજખોરોએ નાણાની ઉઘરાણી શરૂ રાખતા હોય જેથી આપઘાત કરતા પહેલા કર્મચારીએ એક સુસાઇડ નોટ લખેલી હતી જેમાં સોનલ રાજુભાઈ પરમાર,રાજુભાઈ હરિભાઈ પરમાર તેમજ શાંતિલાલ રાજુના બનેવી (ધણફુલીયા વાળા) સુસાઇડ નોટમાં ત્રણ વ્યક્તિનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. વ્યાજખોરોએ નાણાની ઉઘરાણી શરૂ રાખતા જેનાથી કંટાળી જઈ આ કર્મચારીએ આપઘાત કરી લીધો હોવાનુ જાણવા મળ્યુ છે. આ બનાવની જાણ થતાની સાથે જ પોલીસે ઘટનાસ્થળે દોડી જઇ લાશને પોસ્ટમોર્ટમ અર્થે જેતપુર સરકારી હોસ્પિટલ ખાતે ખસેડી સ્યુસાઈડ નોટ કબ્જે કરી તપાસ તેજ કરી છે.








