Navsari: નવસારી LCB પોલીસની ટીમે ૧૭,૬૭,૬૦૦રૂ.નો વિદેશી દારૂનો જથ્થો ભરેલ ટેમ્પો ઝડપી પાડ્યો..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
નવસારી જિલ્લા એલસીબી પોલીસની ટીમે બાતમીના આધારે
નેશનલ હાઇવે પરથી ૧૭,૬૭,૬૦૦ ભારતીય બનાવટની વિદેશીદારૂનો જથ્થો ભરેલ આઇસર ટેમ્પો ઝડપી પાડ્યો..
નવસારી જિલ્લા પોલીસવડા શ્રી સુશીલ અગ્રવાલ ની સૂચના અને માર્ગદર્શન અંતર્ગત નવસારી એલસીબી પોલીસ ઇન્સ્પેકટર દીપકભાઈ કોરાટે ખાનગી બાતમીદારોની મદદથી મળેલ બાતમીના આધારે એલસીબીની ટીમે સાથે હાઇવે ન.૪૮ પર આવેલ સિસોદરા બ્રિજ પાસે વોચ ગોઠવી હતી. મુંબઈથી સુરત જતા માર્ગે વર્ણન વાળો આઇસર ટેમ્પો આવતા તેને રોકાવી તપાસ હાથ ધરતા તેમાં પુઠ્ઠાના રોલની આડમાં ભારતીય બનાવટની વિદેશીદારૂની બોટલોના કાર્ટૂન ૩૭૮ જેમાં નાની મોટી બોટલો મળી કુલ -૧૬૪૫૨ નંગ જેની કિ.રૂ.૧૭,૬૭,૬૦૦ નો મુદ્દામાલ સાથે ચાલક આરોપી રાજુરામ રામલાલ બિશ્નોઈ ઉ.વર્ષ ૨૭ ને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી આઇસર ટેમ્પો,મોબાઈલ,રોકડ,મુદામાલ મળી રૂ.૨૭,૭૪,૬૦૦ નો મુદ્દામાલ કબ્જે કરી નવસારી ગ્રામ્ય પોલીસ મથકે ગુન્હો નોંધ કરી વાપીથી માલ ભરાવનાર આરોપી રમેશભાઈ ચૌધરી અને સુરત ખાતે માલ લેનાર અજાણ્યા ઇસમને વોન્ટેડ જાહેર કરી બન્ને આરોપીઓને પકડવાના ચક્રો ગતિમાન કરાયા હતા.



