KALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ તાલુકાની મલાવ પ્રાથમિક શાળામાં તિથિ ભોજન યોજાયું.

તારીખ ૨૫ માર્ચ

વાત્સલ્યમ્ સમાચાર

સાજીદ વાઘેલા કાલોલ

મનુષ્ય જીવનનો મુખ્ય આધાર યજ્ઞિય કર્મો અને દાન ઉપર જ નિહિત છે. આપણા શાસ્ત્રોમાં પણ ભગવાનનો ભાગ કાઢવાની વાત કરેલી છે. ત્યારે ચાલુ શૈક્ષણિક વર્ષ ૨૦૨૨-૨૩ દરમિયાન વય નિવૃત્ત થવા જઈ રહેલા શિક્ષિકા લીલાબેન પટેલ દ્વારા શાળાના તમામ બાળકોને સ્વાદિષ્ટ તિથિ ભોજન કરાવવામાં આવ્યું હતું. જેમાં શાળાનાં સૌ શિક્ષકો તથા બાળકોએ ઉત્સાહપૂર્વક જોડાઈને તિથિ ભોજનને સાર્થક બનાવ્યું હતું.

[wptube id="1252022"]
Back to top button