JETPURRAJKOT

પશુપાલકો વિદ્યુત સંચાલિત ચાફકટર માટે સહાય મેળવવા આઇ-ખેડૂત પર અરજી કરવા સૂચના

તા.૨૦ મે

વાત્સલ્યમ્ સમાચાર

રાજ્ય સરકાર દ્વારા પશુપાલકોને પ્રોત્સાહન આપવા માટે અનેક યોજનાઓ કાર્યરત છે, જેમાં પશુપાલકોને પોતાના પશુઓના આહાર માટે વિદ્યુત સંચાલિત ‘ચાફકટર’ ખરીદવા માટે ચાફકટરની મૂળ કિંમતના ૭૫ ટકા કે રૂ.૧૮ હજાર બંનેમાંથી જે ઓછું હોય તે રકમની સહાય આપવામાં આવે છે. ચાફકટરથી ચાફ કરેલ ચારો પશુઓના સ્વાસ્થ્ય માટે ખુબ લાભદાયક હોય છે.

આ યોજનાનો લાભ મેળવવા માટે વીજ જોડાણ અને પાંચથી વધુ પશુઓ હોવા જરૂરી છે તેમજ નિયમાનુસાર અધિકૃત ઉત્પાદક પાસેથી નિશ્ચિત સમયમર્યાદામાં ચાફકટર ખરીદેલું હોવુ જરૂરી છે. લાભાર્થીને ચાફકટરની આ સહાય સીધા તેમના ખાતામાં આપવામાં આવે છે.

આ સહાયનો લાભ મેળવવા માટે આઇ ખેડૂત પોર્ટલ કે તાલુકા પશુ દવાખાના ખાતેથી ૧૫ જૂન સુધી ઓળખપત્ર, પાંચથી વધુ દુધાળા પશુ હોવાના પુરાવારૂપ દાખલો, તેમજ રેશનકાર્ડ, ખાતાની વિગત વગેરે દસ્તાવેજો સાથે ઓનલાઇન અરજી કરવાની રહેશે. વધુ વિગત માટે પશુ દવાખાના કે જીલ્લા પંચાયત પશુપાલન શાખાનો સંપર્ક કરી શકાશે.

[wptube id="1252022"]
Back to top button