
શ્રી જે.( કે). એમ .તનના હાઇસ્કુલ & એમ .કે.પંચાલ ઉ. મા. હાઈસ્કૂલ ગાંગરડીમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓને 181 હેલ્પલાઇન અને એપ્લિકેશન અંગે માર્ગદર્શન કાઉન્સિલર કોમલ પરમાર દ્રારા અપાયું.
અભયમ રેસ્ક્યુવાન દ્વારા જરૂરિયાતમંદ મહીલાને તાત્કાલિક સહાય અને સેવાઓ આપવામાં આવે છે આ હેલપલાઇન ઉપર સંપર્ક કરનાર વ્યક્તિની ઓળખ ગુપ્ત રાખવામાં આવે છે અભયમ 181 મહિલા હેલ્પલાઇન પર 24 કલાક 7 એ દિવસ નિ: શુલ્ક ( ટોલ ફ્રી) સંપર્ક કરી શકાય છે. મહિલા સાથે થતી હિંસા (શારીરિક, જાતીય,માનસિક, આર્થિક તેમજ કાર્યના સ્થળે જાતીય સતામણી) ,લગ્ન જીવન તેમજ અન્ય સંબંધોના વિખવાદો,જાતીય સતામણી ,છેડતી અને બાળ જન્મ ને લગતી બાબતો સ્ત્રી ભ્રુણ હત્યા ,કાનૂની જોગવાઈઓની પ્રાથમિક માહિતી ,સાયબર ગુનાઓ ( ટેલીફોનીક ટોકિંગ, ચેટિંગ,એમ.એમ.એસ ઇન્ટરનેટ) ,સરકારી કાર્યક્રમ, યોજનાઓ,સેવાઓ અને સહાયક માળખાઓ અંગેની માહિતી આપવામાં આવે છે. મહિલાઓની સહાય અને સુરક્ષા માટે 181 મોબાઇલ એપ્લિકેશન Google Android અને Apple iOS બંને પ્લેટફોર્મ ઉપર ઉપલબ્ધ છે. જે એપ્લીકેશન દ્વારા હિંસા, છેડતી હેરાનગતિ જેવી મુશ્કેલ પરિસ્થિતિ માં હોય અને સુરક્ષા મેળવી શકાય છે.અને પેનિક બટન દબાવતાં જ ઘટના સ્થળ ની માહિતી એપ દ્વારા હેલ્પલાઇન સેન્ટર ને પોહચડી શકાય છે.જેમાં કટોકટી સમય એ કોલ કર્યા વગર તરત મદદ મળી શકે છે.અને 181 બટન દબાવતા પાંચ સગા સબંધી ઓ ને મિત્રો ને ઓટોમેટિક SMS થી સંદેશ મલી રહે છે. મહિલા ઘટના,ફોટો,વિડિયો,મેસેજ સેન્ટર પર મોકલી શકે છે.જે વિશે સંપૂર્ણ માહિતી વિડિયો બતાવી આપવા માં આવે છે. શાળા પરીવાર દ્વારા 181 અભયમ મહિલા હેલ્પલાઇન ટીમ દાહોદ નો આભાર વ્યક્ત કરવામાં આવ્યો.









