DHORAJIRAJKOT

ધોરાજીના ચિચોડ ગામે ભારે વરસાદના પગલે નબળા પડી ગયેલા તળાવનાં પાળાને તાત્કાલિક મરામત કરવા સૂચના

તા.૧૧/૭/૨૦૨૩

વાત્સલ્યમ્ સમાચાર

અમુ સિંગલ જેતપુર

રાજકોટ જિલ્લાના ધોરાજી પંથકમાં ભારે વરસાદને પગલે ચિચોડ ગામમાં આવેલ તળાવ ઓવરફલો થઈ ગયું હતું. સતત વધી રહેલી પાણીની આવકના કારણે તળાવનો પાળો નબળો ૫ડી જતાં ગમે તે સમયે પાળો તુટવાની શકયતા હોવાથી ચિચોડના જાગૃત સરપંચશ્રીએ ધોરાજી મામલતદારશ્રી એમ.જી.જાડેજાને સંભવત આકસ્મિક ઘટના પરત્વે માહિતગાર કર્યા હતા.

સંભવત ઘટનાને ટાળવા માટે ધોરાજી મામલતદારશ્રી એમ.જી.જાડેજા તથા ધોરાજી તાલુકા વિકાસ અધિકારીશ્રી જે.જે.દેસાઈ સ્થળ ઉ૫ર ૫હોંચી સ્થાનિક લેવલે ખરાઈ કરી હતી. પંચાયત સિંચાઈ પેટા વિભાગ ધોરાજી હસ્તકનાં આ તળાવને તાત્કાલિક મરામત કરવા માટે સંબધિત વિભાગનાં અધિકારીઓને ટેલિફોનીક જાણ કરી તાત્કાલિક સ્થળ પર બોલાવી સ્થળ નિરીક્ષણ કર્યું હતું. ગંભીરતાને ધ્યાને લઇને સ્થાનિક ગ્રામસભા બોલાવીને પંચાયતમાં ઠરાવ પણ કરાયો હતો. પંચાયત સિંચાઈ વિભાગ દ્વારા ઉકત પાળો સત્વરે રિપેર કરવા તથા તળાવમાંથી પાણીનો અન્ય જગ્યાએ યોગ્ય નિકાલ કરી ૫રિસ્થિતી કાબુમાં લાવવાના સફળ પ્રયાસો વહીવટી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવ્યા હતા.

[wptube id="1252022"]
Back to top button