
તા.૨૨ મે
વાત્સલ્યમ્ સમાચાર
જસદણ અને વિંછીયા તાલુકાના વિચરતી વિમુકત જાતિના મફત પ્લોટ અને તેનો કબજો સોંપાયેલ અરજદારો માટે આવાસ સહાયના કેમ્પ ૨૫ મે ના રોજ સવારે ૧૦:૩૦ કલાકે એ.ટી.વી.ટી રૂમ તાલુકા સેવા સદન જસદણ ખાતે તથા બપોરે ૩:૦૦ કલાકે એ.ટી.વી.ટી રૂમ તાલુકા સેવા સદન વિંછીયા ખાતે યોજાશે. જેની અરજી તલાટી મંત્રી અને વી.સી.ઈ મારફ્તે અથવા esamajkalayan.gujarat.gov.in પોર્ટલ પર ઓનલાઇન અરજી કરવા જસદણ પ્રાંત અધિકારીની યાદીમાં જણાવાયું છે.
[wptube id="1252022"]