
તા.૨૦ જૂન
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
જામકંડોરણામાં નવમા આંતરરાષ્ટ્રીય યોગ દિનની ઉજવણી નિમિતે યોગ શિબિર યોજાઇ હતી, તેમાં ૪૦૦થી વધુ યોગ પ્રેમીઓએ હાજર રહી યોગ નિદર્શન કર્યુ હતું. પદ્માસન, વજ્રાસન, સિદ્ધાસન, મત્સ્યાસન, વક્રાસન, અર્ઘ-મત્સ્યેન્દ્રાસન, ગોમુખાસન, પશ્ચિમોત્તાસન, બ્રહ્મ મુદ્રા, ઉષ્ટ્રાસન, ગોમુખાસન, અર્ધહલાસન, હલાસન, સર્વાંગાસન, વિપરિતકર્ણી આસન, પવનમુક્તાસન, નૌકાસન, શવાસન, હસ્તપાદાશન, ધનુરાસન, વજ્રાસન, પદમાસન, ચક્રાસાન સહિતના આસનો યોગ ટ્રેનર દ્વારા કરાવાયા હતા.


આ તકે યોગ અભ્યાસ તેમજ યોગ રેલી પદયાત્રા યોજાઇ હતી, જેમાં યોગ ટ્રેનર ગીતાબેન સોજીત્રા, મહાનગરપાલિકાનાશ્રી જાડેજા, ગુજરાત યોગ બોર્ડના યોગ એક્સપર્ટ અનિલભાઈ ત્રિવેદી, સૌરાષ્ટ્રના પ્રીતિબેન શુક્લા, મહાનગરપાલિકાના કો-ઓર્ડીનેટરશ્રી વંદનાબેન રાજાણી, રાજકોટ જિલ્લાના કો-ઓર્ડીનેટરશ્રી દીપકભાઈ તળાવીયા, સરદાર પટેલ કન્યા છાત્રાલય જામકંડોરણાના ટ્રસ્ટીશ્રીઓ અને શિક્ષકો, તાલુકાના મામલતદાર, મહાનગરપાલિકાના રામાણી અને જેતપુરના યોગકોચ રાજેશભાઈ રાદડિયા, ધોરાજીના યોગ ટ્રેનર અલ્પાબેન હિરપરા, પલકબેન વગર, દક્ષાબેન પટેલ સહિત સ્થાનિક રહીશો સામેલ થયા હતા.










