
રાજકોટ: શાપરમાં પુત્રી ઉપર સાવકા પિતાએ વારંવાર દૂષ્કર્મ ગુજાર્યાની બે દિવસ પહેલા ફરિયાદ નોંધાયા બાદ ગઈકાલે વધુ એક દૂષ્કર્મની ફરિયાદ નોંધાઈ છે. જેમાં પતિથી અલગ રહેતી એક મહિલાને લગ્નની લાલચ આપી આરોપી જીતેન્દ્ર ભીખાભાઈ ચુડાસમા (રહે. ઢુંઢીયા પીપરીયા, તા. વડીયા)એ અવારનવાર દૂષ્કર્મ ગુજાયું હતું. શાપર પોલીસે દૂષ્કર્મ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરવા તજવીજ હાથ ધરી છે.
પોલીસે જણાવ્યું કે ભોગ બનનારની ઉંમર ૩પ વર્ષ છે. ૧૦ વર્ષથી પતિથી અલગ શાપરમાં રહે છે. સંતાનમાં બે પુત્રી છે. એક પુત્રી તેની પાસે અને બીજી પુત્રી પતિ પાસે રહે છે. તેનું માવતર અમરેલી પંથકમાં હોવાથી આરોપી પણ તેજ વિસ્તારનો હોવાથી દસેક વર્ષથી ઓળખે છે.
આરોપીએ તેને લગ્નની લાલચ આપી અવારનવાર તેના ઘરે દૂષ્કર્મ ગુર્જાયું હતું. હવે આરોપી લગ્ન કરવાની ના પાડતો હતો. જેનો વિરોધ કરતા મારકૂટ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ રીતે ભોગ બનનાર મહિલાને પોતાની સાથે દગો થયાનું લાગતા ગઈકાલે શાપર પોલીસનો સંપર્ક કરી ફરિયાદ નોંધાવી હતી.