JETPURRAJKOT

મેડીકલ ઓફિસર્સને માતા અને બાળ મરણ અટકાવવા ક્રિટીકલ કેરની તાલીમ અપાઈ

તા.૩ માર્ચ

વાત્સલ્યમ્ સમાચાર

અમુ સિંગલ જેતપુર

રાજકોટ જિલ્‍લા પંચાયત ખાતે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડો.નિલેષ રાઠોડ તથા આર.સી.એચ.ઑ.શ્રી ડો.પી.કે.સિંગના માર્ગદર્શન હેઠળ જિલ્લાના તમામ તાલુકા હેલ્થ ઓફિસરો તેમજ પ્રા.આ.કે. અને અર્બન હેલ્થ સેન્ટરના તમામ મેડીકલ ઓફિસરશ્રીઓને પી.ડી.યુ.હોસ્પિટલ રાજકોટના ગાયનોકોલોજિસ્ટ ડો.કમલ ગોસ્વામી દ્વારા “મેટરનલ હેલ્થ” અન્વયે માતા અને બાળ મરણ અટકાવવા ક્રિટીકલ કેરની તાલીમ આપવામાં આવી હતી.

માતા અને બાળ મરણ અટકાવવા હેમરેજ, હાઇપરટેન્શન સેપ્ટીસેમિયા,કાડીયોપેથી ,એઇડ્સ,ડેન્ગ્યુ, શોક સિન્ડ્રોમ, ટીબી, એન્ટીનેટલ કેર, બ્લડ સ્ક્રીનિંગ, એચ.બી.-બી.પી મેઝરમેંટ અને જો એચ.બી. ૭% થી ઓછું હોય તો શું કાળજી લેવી અને સારવાર કરવી, વગેરે બાબતો અંગેના કૃષ્ણ આપવામાં આવ્યું હતું. એનીમિયા અને હાઇપરટેન્શન એ માતા અને બાળ મરણનું મુખ્ય કારણ હોય છે. આ તાલીમમાં આ પ્રકારના અગાઉથી જ હાઈરીસ્ક ANCનું લાઇન લિસ્ટ બનાવવામાં આવે તેમજ પહેલેથી જ ટ્રીટમેંટ આપવામાં આવે અને ક્રિટીકલ કેર ડીલેવરી સમયે તેને ક્યા રીફર કરી શકાય વગેરે જેવી બાબતો વિષે ખાસ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

માતા મરણ અને બાળ મરણ અટકાવવા ડીલેવરી સમયની શરુઆતની પહેલી કલાક એ માતા અને બાળક માટે ગોલ્ડન અવર હોઇ, હાઈરિસ્ક ANCનું ગેપ એનાલિસિસ કરી ડિલીવરી સમયે ગાયોકોલોજિસ્ટ અને પીડીયાટ્રિક ડોકટરની ઉપસ્થિતિ હોય તેવા કેન્દ્રમાં રીફર કરવા અને ક્રિટીકલ સમયે કઈ દવાઓ કેટલી માત્રામાં આપવી તેમજ NON PNEUMATIC ANTI-SHOCK GARMENT(NASG) કીટના ઉપયોગ વિષે તાલીમ આપવામાં આવી હતી.

[wptube id="1252022"]
Back to top button