
વિદ્યાધામ-ભાગળ(પીં)શાળા સંકુલમાં 75 માં પ્રજાસત્તાક દિનની ભવ્ય ઉજવણી કરવામાં આવી. આ રાષ્ટ્રીય પર્વ પર મુખ્ય મહેમાન તરીકે પધારેલ ડો. કમલેશભાઈ ચૌધરી (બાળનિષ્ણાત) ના વરદ હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું આ પ્રસંગે આ શાળાના ભૂતપૂર્વ આચાર્ય શ્રી ગાંડાભાઈ પટેલ, ભાગળ ગ્રામ પંચાયતના સરપંચ શ્રી તથા સભ્યશ્રીઓ,સ્વયમ વાલી મંડળના પ્રમુખશ્રી અને સભ્યશ્રીઓ, ડેરીના ચેરમેન શ્રીઓ ગ્રામજનો અને વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ અવસરે શાળાના વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ પ્રકારના સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા આ પ્રસંગને અનુરૂપ ઉપસ્થિત ડો. કમલેશભાઈ ચૌધરી સાહેબે શાળાને 11000/- અને આ શાળાના ભૂતપૂર્વ આચાર્યશ્રી ગાડાભાઇ પટેલ સાહેબે 11000/- રૂપિયા શાળાને વિદ્યાર્થીઓના ભણતર અને વિકાસ અર્થે દાનરૂપે આપેલ. તેમજ ગામ નો લોકફાળો આશરે શાળાને 11000/- રૂપિયા મળેલ છે મુખ્ય મહેમાન શ્રી ડો. કમલેશભાઈ ચૌધરી સાહેબે વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય અને ભણતર પર વિશેષ ભાર મૂકી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. અંતમાં શાળાના આચાર્યશ્રી કિરીટકુમાર જે પટેલે આવનાર મહેમાનશ્રીઓ અને ગામ લોકોને રાષ્ટ્રીય પર્વની શુભકામનાઓ પાઠવી હતી.