ચેક રિટર્ન કેસમાં આરોપીને બે વર્ષની સજા અને રકમ રૂપિયા ૬ લાખ ૫૦ હજાર તેમજ રૂપીયા ૧૩ લાખનો દંડ ફટકારતી જામ કંડોરણા કોર્ટ

૨૭ જુલાઈ વાત્સલ્યમ્ સમાચાર
નિલેશ સોલંકી ઉપલેટા

ઉપલેટા તાલુકાના ડુમીયાણી ગામના રહીશ રાજાભાઇ રામભાઇ ભુવા એ મીત્રતા નાતે ગોંડલના રહીશ ગૌતમભાઇ બાબુભાઇ વાઘેલાને અંગત ઉપયોગ માટે રૂપિયા ૬,૫૦,૦૦૦/- અંકે છ લાખ પચાસ હજાર પુરા હાથ ઉંછીનાને આપેલ જે રકમ ની ચુકવણી પેટે રૂપિયા ૬,૫૦,૦૦૦/- અંકે છ લાખ પચાસ હજાર નો ચેક આપેલ જે ચેક બેંકમાં જમા કરાવતા અપૂરતા ભંડોળના કારણે ચેક રિટર્ન થતા ફરિયાદીને તેની રકમ વસૂલ ન મળતા ડિમાન્ડ નોટિસ આપવા છતાં આરોપીએ ફરિયાદીને રકમ ન ચૂકવતા આરોપી સામે જામકંડોરણા કોર્ટમાં ધારાશાસ્ત્રી ધર્મેશ એમ વેકરીયા મારફત ધી નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ કલમ 138 મુજબ ફરિયાદ દાખલ કરેલ જે ફરિયાદ ચાલી જતા ફરિયાદી તરફે ના વકીલ દ્વારા ઉચ્ચ અદાલત ના સિદ્ધાંતો ટાંકી ધારદાર દલીલો કરેલ જેની સાથે સહમત થઈ જામ કંડોરણા ના મહેરબાન જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ સાહેબની કોર્ટ દ્વારા આરોપીને ધી નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ કલમ 138 મુજબ ના ગુનામાં તકસીરવાન ઠરાવી આરોપીને બે વર્ષની કેદની સજા તથા ચેકની રકમ રૂપિયા રૂા. છ લાખ પચાસ હજાર તેમજ રૂપીયા તેર લાખ નો દંડ તથા દંડની રકમ ન ચૂકવે તો વધુ ત્રણ માસની કેદની સજા નો હુકમ ફરમાવેલ છે આ કેસમાં ફરિયાદ પક્ષ તરફે યુવા ધારાશાસ્ત્રી ધર્મેશ એમ વેકરીયા (ભાણાભાઈ) તથા મયુર કે બાલધા તથા રાકેશ એ સોજીત્રા રોકાયેલ હતા.





