GUJARATMEHSANAVIJAPUR

મહેસાણા જિલ્લા ચૂંટણી ખર્ચ નોડલ અને જિલ્લા વિકાસ અધિકારી ડૉ. હસરત જૈસમીનના અધ્યક્ષ સ્થાને મતદાન જાગૃતિ અંગે બેઠક યોજાઈ

મહેસાણા તાલુકાના નાગલપુર ખાતે જિલ્લા વિકાસ અધિકારીના સ્થાને મતદાન જાગૃતિ બેઠક યોજાઇ મહેસાણા તાલુકાના દેદિયાસણ, નાગલપુર પાલાવાસણા અને રામપુરા કુકસ, લાખવડ, ઉચરપી ગામો ખાતે પણ મહિલા મતદાન જનજાગૃતિ અને વધારે મતદાન માટે અનુરોધ કરવામાં આવ્યો

મહેસાણા જિલ્લા ચૂંટણી ખર્ચ નોડલ અને જિલ્લા વિકાસ અધિકારી ડૉ. હસરત જૈસમીનના અધ્યક્ષ સ્થાને મતદાન જાગૃતિ અંગે બેઠક યોજાઈ
મતદાનના દિવસે મહિલાઓ પણ વધારે મતદાન કરે તે માટે અનુરોધ કરવામાં આવ્યો
મહેસાણા તાલુકાના નાગલપુર ખાતે જિલ્લા વિકાસ અધિકારીના સ્થાને મતદાન જાગૃતિ બેઠક યોજાઇ
મહેસાણા તાલુકાના દેદિયાસણ, નાગલપુર પાલાવાસણા અને રામપુરા કુકસ, લાખવડ, ઉચરપી ગામો ખાતે પણ મહિલા મતદાન જનજાગૃતિ અને વધારે મતદાન માટે અનુરોધ કરવામાં આવ્યો
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
મહેસાણા તાલુકાના નાગલપુર ખાતે જિલ્લા નોડલ ચૂંટણી ખર્ચ અને જિલ્લા વિકાસ અધિકારી ડૉ. હસરત જૈસમીનના અધ્યક્ષ સ્થાને મતદાન જાગૃતિ અંગે ચુંટણી કર્મયોગીઓ સાથે બેઠક યોજાઇ હતી તેમજ વધુ મતદાન જાગૃતિ માટે અનુરોધ કરવામાં આવ્યો હતો. જિલ્લા વિકાસ અધિકારીશ્રી હસરતે સ્થાનિક ચુંટણી કર્મયોગીઓ સાથે બેઠક યોજી હતી તેમજ મહિલા મતદારો અને સ્થાનિક મતદારો બાબતે પણ જાણકારી મેળવી હતી અને સ્થળાંતરિત થયેલી મહિલાઓ વિશે માહિતી મેળવીને આ તમામ મહિલાઓ મતદાનના દિવસે હાજર રહીને વધારેમાં વધારે દરેક મહિલા મતદાન કરે એ માટે સૌને અનુરોધ કર્યો હતો. તેમણે સ્થાનિક મતદાતાઓ અને મહિલા મતદાતાઓની વચ્ચે જઈને તેમને મતદાન કરવા ચર્ચા કરી હતી. તેમણે સ્થાનિકો અને મહિલા મતદાતાઓને વધારેમાં વધારે મતદાન કરવા અપીલ કરી હતી….
આદર્શ આચાર સંહિતા નોડલશ્રી અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી એચ.એમ.ચાવડા એ પણ આ બાબતે સ્થાનિક વિગતો મેળવી હતી તેમજ જિલ્લા વિકાસ અધિકારી સાથે સહભાગીદારી નોંધાવીને મહિલા મતદારોને વધારે મતદાન કરવા માટે પ્રોત્સાહિત કર્યા હતા.
ઉલ્લીખનીય છેકે ભારત સરકાર અને ચૂંટણી તંત્ર દ્વારા જ્યાં મહિલાઓ ઓછું મતદાન કરે છે તેવી મહિલા મતદાતાઓને વધારે મતદાન કરવાનું પ્રોત્સાહન આપવા માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જે પૈકી રાજ્ય અને મહેસાણા જિલ્લામાં પણ વધારે મહિલા મતદાન થાય તે માટેના સઘન પ્રયાસો થઈ રહ્યા છે જેના ભાગરૂપે આજ રોજ ચુંટણી કર્મયોગીઓ સાથે બેઠક કરીને મહેસાણા તાલુકાના દેદિયાસણ , નાગલપુર પાલાવાસણા અને રામપુરા કુકસ, લાખવડ , ઉચરપી ગામો ખાતે પણ મહિલા મતદાન જનજાગૃતિ અને વધારે મતદાન માટે અનુરોધ કરવામાં આવ્યો હતો .જેમાં નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી બિરેનભાઈ પટેલ સહિત તાલુકાના સ્થાનિક અધિકારીશ્રીઓ સહિત અગ્રણીઓ અને સ્થાનિકો સહભાગી બન્યા હતા….

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button