NATIONAL

આમ આદમી પાર્ટીના નેતા અને રાજ્યસભા સાંસદ સંજય સિંહ તિહાર જેલથી છૂટ્યા

આમ આદમી પાર્ટીના નેતા અને રાજ્યસભા સાંસદ સંજય સિંહ તિહાર જેલથી છૂટ્યા છે. સંજય સિંહ જેલથી સીધા અરવિંદ કેજરીવાલના નિવાસ સ્થાને પહોંચશે. ત્યાં સુનીતા કેજરીવાલ સાથે તેઓ મુલાકાત કરશે. આ દરમિયાન સંજય સિંહનો પરિવાર પણ સાથે રહેશે. મહત્વનું છે કે, સંજય સિંહને દિલ્હીના કથિત લિકર પૉલિસી કૌભાંડમાં છ મહિના બાદ જામીન મળ્યા છે. તિહાર જેલની બહાર આવતા જ તેમણે સૌથી પહેલા જેના મુખ્ય ગેટ પર રાહ જોઈ રહેલા પાર્ટીના કાર્યકર્તાઓ અને સમર્થકોનું હાથ હલાવીને અભિવાદન કર્યું.
છ મહિના બાદ જેલથી બહાર આવ્યા બાદ તેમણે કાર્યકર્તાઓનું અભિવાદન કર્યું. જેલથી નિકળ્યા બાદ સંજય સિંહે કહ્યું કે, ‘આ ઉત્સવ મનાવવાનો સમય નથી. આ સંઘર્ષનો સમય છે. જેલના તમામ તાળા તૂટશે અને તમામ નેતા છૂટશે. મને પૂર્ણ વિશ્વાસ છે કે જેલના તાળા તૂટશે અને અરવિંદ કેજરીવાલ બહાર આવશે.’

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button