JETPURRAJKOT

ખેત ઓજારો/સાધનોના વિવિધ ઘટકો માટે ૫ જૂનથી આઇ-ખેડુત પોર્ટલ ખુલ્લું મુકાશે

તા.૨ જૂન

વાત્સલ્યમ્ સમાચાર

રાજય સરકાર દ્વારા ખેત ઓજારો/સાધનો, ટ્રેક્ટર, પાક સંગ્રહ સ્ટ્રક્ચર (ગોડાઉન) માલ વાહક વાહન, ફાર્મ મશીનરી બેંક અને હાઇ-ટેક, હાઇ પ્રોડક્ટીવ ઇકવીપમેન્ટ હબ જેવા ઘટકોનો મહત્તમ ખેડૂતોને લાભ મેળવવા માટે ખેડૂતો માટે મળી રહે તે માટે તા. ૦૫-૦૬-૨૦૨૩ ના રોજ સવારે ૧૦.૩૦ વાગ્યાથી www.ikhedut.gujarat.gov.in પોર્ટલ વર્ષ ૨૦૨૩-૨૪ માટે ખુલ્લું મુકવામાં આવશે.

ખેડુતોએ આ ઘટકોમાં સહાય મેળવવા માટે ઓનલાઇન અરજી કરી, અરજીની નકલ પોતાની પાસે રાખવાની રહેશે. પૂર્વ મંજુરી મળ્યેથી અરજીની નકલ સાથે જરૂરી સાધનિક દસ્તાવેજ જિલ્લા ખેતીવાડી કચેરી, જિલ્લા પંચાયત, રાજકોટ ખાતે મોકલવાના રહેશે તેમ જિલ્લા ખેતીવાડી અધિકારી શ્રી સોજિત્રાની યાદી દ્વારા જણાવાયું છે.

[wptube id="1252022"]
Back to top button