
તા.૩ ફેબ્રુઆરી
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
રાજકોટ જિલ્લા રોજગાર વિનિમય કચેરી અને રાજકોટ આઈ.ટી.આઈ. દ્વારા એલ.જી. ઈલેક્ટ્રોનીક્સ ઇન્ડિયા પ્રા. લી. રાજકોટ માટે તા. ૧૦ ફેબ્રુઆરી, ૨૦૨૩ ને શુક્રવારના રોજ સવારે ૧૦:૦૦ વાગ્યા થી બપોરે ૦૧:૦૦ વાગ્યા સુધી ગવર્નમેન્ટ આઈ.ટી.આઈ., આજી ડેમ પાસે, રાજકોટ ખાતે રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે.

આફ્ટર સેલ્સ સર્વિસ ફિલ્ડ વર્ક માટે આઈ.ટી.આઈ. ટ્રેડમાં આર.એ.સી., ઈલેક્ટ્રોનીક્સ મિકેનિક, ઈલેક્ટ્રિશ્યન, વાયરમેન સહિતની જગ્યાઓ ઉકત કંપની માટે સીધી ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. જેમાં ધોરણ ૧૦ અને આઈ.ટી.આઈ. પાસ થયેલા ૧૮ થી ૩૦ વર્ષની ઉંમરના ઉમેદવારો ભાગ લઈ શકશે. ફ્રેશર ઉમેદવારો માટે રૂ. ૧૦,૦૦૦/- થી રૂ. ૧૨,૦૦૦/- અનુભવી ઉમેદવારો માટે ઈન્ટરવ્યુ દરમ્યાન પગારધોરણ નક્કી કરવામાં આવ્યું છે. પેટ્રોલ અલાઉન્સ, યુનિફોર્મ, ઇન્સેન્ટીવ, પી.એફ., એ.એસ.આઈ.સી. સહીતની અન્ય સુવિધાઓ પણ મળવાપાત્ર છે.
આ ભરતી મેળામાં જોડાવા ઈચ્છુક ઉમેદવારોએ ધોરણ ૧૦ની માર્કશીટ, આઈ.ટી.આઈ.ની તમામ માર્કશીટ, આધાર કાર્ડ, પાસપોર્ટ ફોટોગ્રાફ્સ – ૫ નંગ, બાયોડેટા અથવા રીઝયુમ સહિતના ડોક્યુમેન્ટ્સ ઓરીજીનલ તથા એક સેટ ઝેરોક્ષનો અવશ્ય સાથે લાવવાનો રહેશે. રજીસ્ટ્રેશન, ફોર્મ ફીલિંગ, મૌખિક ઈન્ટરવ્યુ દ્વારા સ્ક્રીનીંગ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. પસંદગી પામેલ ઉમેદવારોએ કંપનીમાં તાત્કાલિક ધોરણે જોઈનીંગ કરવાનું રહેશે. કંપની વિશે વધુ વિગતો https://www.lg.com/in વેબસાઈટ પરથી મળી રહેશે. આ અંગે વધુ માહિતી માટે આઈ.ટી.આઈ. રાજકોટમાં પ્લેસમેન્ટ વિભાગનો રૂબરૂ સંપર્ક કરવા આઈ.ટી.આઈ.નાં આચાર્યશ્રી નિપુણ રાવલની યાદીમાં જણાવાયું છે.








