
તા.૧૫/૨/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
’’પ્રાકૃતિક કૃષિ આધુનિક સમયની માંગ’’ : કૃષિ વૈજ્ઞાનિક ડૉ. જે. એચ. ચૌધરી
Rajkot: કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, તરઘડીયા ખાતે રાજકોટ જિલ્લાના ૬ તાલુકાના પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોનો પરિસંવાદ કાર્યક્રમ યોજાયો હતો. જેમા કૃષિ વૈજ્ઞાનિક ડો.જે.એચ.ચૌધરીએ કહ્યું હતું કે, પ્રાકૃતિક કૃષિ એ આધુનિક સમયની માંગ છે. પોષણયુક્ત-કેમિકલ મુક્ત ખોરાકએ આવનારી પેઢી માટે ખૂબ આવશ્યક છે. ડૉ. જે. એચ. ચૌધરી દ્વારા પ્રાકૃતિક ખેતીના મોડેલ ફાર્મને ડેવલોપ કરી ૭૬ ખેડૂતો સાથે ગોષ્ઠિ કરવામાં આવી હતી. જેમાં પ્રાકૃતિક ખેતીમાં પડતી મુશ્કેલીઓ અને સમસ્યાઓ અંગેના સમાધાન અને વિવિધ ઉપચારો વિશે માહિતી આપવામાં આવી હતી.

આત્મા પ્રોજેક્ટના પ્રોજેક્ટ ડાયરેકટર શ્રી એચ.ડી.વાદીએ ખેડૂતોના પ્રાકૃતિક ઉત્પાદનના પૃથ્થકરણ કરવા અંગે સરકારી સહાય અને સબસીડી વિશે તથા શ્રી હિતેશ ગીણોયા દ્વારા પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને પોતાના ફાર્મ GOPCAમાં રજીસ્ટ્રેશન કરવા અંગેની વિસ્તૃત જાણકારી આપી હતી.
સમગ્ર કાર્યક્રમનું સુચારુ સંચાલન કુ. પાયલ ટાંક અને શ્રી અરવિંદ બેરાણીએ કર્યું હતું. પરિસંવાદમા કૃષિ વૈજ્ઞાનિક ડૉ. એમ. એમ. તાજપરા તથા અન્ય વૈજ્ઞાનિકો અને કૃષિ નિષ્ણાંતો ઉપસ્થિત રહ્યા હતા.








