MORBIWANKANER

Wankaner : પક્ષીઓમા દેખાતો આ એક દૃલભ રોગ ‘આલ્બીનીઝમ’ છે, જેમાં રંગસૂત્રોની ખામીને લીધે પક્ષી પોતાનો મુળ રંગ ગુમાવે છે.

સામાન્ય રીતે પોપટનો કલર લીલો હોય છે, પણ વાંકાનેર તાલુકાના રાતીદેવરી ગામના રહેવાસી અને સેવાકીય પ્રવૃતિઓ સાથે જોડાયેલ ચંદ્રસિંહ ઝાલા અને એમના સાથીમિત્રોએ અનકુંવરબા ધામ (ફઈબાની ડેરીએ) ખાતે એક પીળા રંગનો પોપટ બીજા સામાન્ય પોપટના સમુહ સાથે જોયો, કૂતૂહલતા સાથે એમણે શહેરના જાણીતા પર્યાવરણ પ્રેમી ભૂપતભાઈ છૈયાને વાત કરી અને એની વતૃણકનો અભ્યાસ કયો.

પક્ષીનિરીક્ષક રામદેભાઈ ભાટીયાના મત મુજબ પક્ષીઓમા દેખાતો આ એક દૃલભ રોગ ‘આલ્બીનીઝમ’ છે, જેમાં રંગસૂત્રોની ખામીને લીધે પક્ષી પોતાનો મુળ રંગ ગુમાવે છે. સામાન્ય રીતે આવા પક્ષીઓ જંગલના વાતાવરણમાં બચી શકતા નથી, કારણ કે બીજાથી અલગ દેખાવ હોવાથી શિકારી પ્રાણી કે પક્ષીઓની નજર સૌપ્રથમ એના પર જાય છે.પીળો પોપટ ઉડીને જંગલમાં જવાને બદલે રહેણાંક વિસ્તારમાં રહે તો અન્ય હિંસક પ્રાણીઓ થી રક્ષણ મળી શકે.

[wptube id="1252022"]
Back to top button