
તા.૨૦/૩/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
Rajkot: સમગ્ર રાષ્ટ્રમા આગામી દિવસોમાં લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ યોજાનાર છે જે અન્વયે રાજકોટ ખાતે તા. ૦૭/૦૫/૨૦૨૪ના રોજ મતદાન યોજાશે.દેશના પર્વમાં પોતાનું યોગદાન આપવા મતદાન કરવું અનિવાર્ય છે ત્યારે ઉપલેટા તાલુકાના રબારીકા ગામે બી.એલ.ઓશ્રી દ્વારા “Sveep” કાર્યક્રમ અંતર્ગત મતદારોને જાગૃત કરવા અને મતદાનની નૈતિક ફરજ અદા કરવા પત્રિકા વિતરણ તથા જાહેર સ્થળો પર બેનર લગાવવામાં આવ્યા હતાં.


અત્રે ઉલ્લેખનીય છે કે, “SVEEP” એટલે કે Systematic Voter’s Education and Electoral Participation એ ભારતના ચૂંટણી પંચનો દેશમાં મતદાર શિક્ષણ, મતદાર જાગૃતિ ફેલાવવા અને મતદાર સાક્ષરતાને પ્રોત્સાહન આપવા માટેનો મુખ્ય કાર્યક્રમ છે. લોકશાહીમાં નાગરિકોની સાર્વત્રિક અને પ્રબુદ્ધ ભાગીદારી માટે ભારતના ચૂંટણી પંચ દ્વારા સ્વીપ કાર્યક્રમ થકી દરેક નાગરિકને મતદાર તરીકે નોંધણી કરાવવા અને ચૂંટણી અંગે માહિતગાર કરી, નૈતિક રીતે પોતાનો મત આપવા માટે જાગૃત, સક્ષમ અને સશક્ત કરવામાં આવે છે.









