
ભારતીય ટપાલ વિભાગ દ્વારા બચત બસંત મહોત્સવ યોજાશે
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
ભારતીય ટપાલ વિભાગ દ્વારા 31 માર્ચ સુધી બચત બસંત મહોત્સવનું આયોજન કરાયું છે.20 ફેબ્રુઆરીથી 31 માર્ચ દરમિયાન ગુજરાતની તમામ પોસ્ટ ઓફિસો દ્વારા બચત યોજનાનો લાભ પહોંચાડવા માટે બચત બસંત મહોત્સવ નું આયોજન કરવામાં આવેલ છે. જેમાં પબ્લિક પ્રોવિડન્ટ ફંડમાં 07.01 ટકા,મંથલી ઇન્કમ સ્કીમમાં 07.01 ટકા, નેશનલ સેવિગ્સ સર્ટીફીકેટ 07.00 ટકા,ટાઇમ ડિપોઝીટ 05 વર્ષમાં 07.00, કિસાન વિકાસ પત્ર 07.02 ટકા,સુકન્યા સમૃધ્ધિ યોજનામાં 07.06 ટકા,સિનિયર સિટીઝન યોજનામાં 08.02 ટકાનું વળતર મળે છે પોસ્ટ ઓફિસ ઊંચા વ્યાજદરો ચોક્કસપણે તમારા રોકાણના હેતુને પુર્ણ કરી પેઢી દર પેઢી સુરક્ષાની સીડી બનશે તેમ સુપ્રિટેન્ડેન્ટ ઓફ પોસ્ટ ઓફિસીસ મહેસાણાની અખબારી યાદીમાં જણાવાયું છે
[wptube id="1252022"]





