
તા.૧૭/૧૦/૨૦૨૩
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
અનેક વાર રજૂઆત છતાં કોઈ ઉકેલ ન આવતા વિરોધ કર્યો
Rajkot, jetpur; એક તરફ જેતપુર ઉદ્યોગ નગરી કહેવાય છે, પરંતુ જેતપુરની હાલત ગામડાથી પણ ખરાબ છે. કારણ કે, રાજકોટ હાઇવે થી જેતપુરમાં પ્રવેશવા માટે બિસ્માર રોડના કારણે લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ઘણા સમયથી વેપારીઓએ અનેક વખત રજૂઆત કરવા છતાં પરંતુ તંત્રના બહેરા કાને કંઈ સંભળાતું નથી તેવું લાગી રહ્યું છે. છેવટે દુકાનદારો મેદાને ઉતર્યા હતા.અહીંના દુકાનદારોએ વિરોધ દર્શાવ્યો હતો.
છેલ્લા ઘણા સમય થયો તેમ છતાં જેતપુરના રોડ રસ્તાને લઈને સામન્ય લોકોની હાલત ખુબ જ દયનીય છે. રાજ્યના ધોરી માર્ગો જોતાં એવું લાગે કે જાણે કોઈ અવિકસિત શહેરના રસ્તા છે. લોકોની માંગ છતાં પણ તંત્ર બેદરકાર જોવા મળે છે.
રાજકોટ જિલ્લાનું જેતપુર એક ઉદ્યોગિક શહેર છે અને વિશ્વ વિખ્યાત છે. પરંતુ જેવા જેતપુર શહેરમાં અંદર પ્રવેશો એટલે એવું લાગે કે તમે કોઈ ત્રીજા વિશ્વના દેશના શહેરમાં આવી ગયા છો. જેતપુરમાં પ્રવેશની સાથે જ નવાગઢ માં રોડની હાલત તો સાવ ખખડધજ છે. રોડ ઉપર ઠેર ઠેર ખાડા સામાન્ય બાબત છે, અને એ પણ ઊંડા ખાડા છે. જ્યાં ચાલવું તો ખુબ જ મુશ્કેલ છે. તેમાં વાહન ચલાવવા એ તો ખુબ જ મુશ્કેલ છે.
નવાગઢ રોડ હાલ જેતપુરનો હાર્દ સમાન રોડ છે, જે હાલ ખુબ જ ખરાબ છે. સાથે સ્ટેટ હાઇવે નેશનલ હાઇવે સહિત ગામનો મુખ્ય રોડ જોડતો છે અને સ્કૂલો પણ આજ રોડ ઉપર હોવાથી વિદ્યાર્થીઓને પણ મુશ્કેલી પડે છે. અહીથી પસાર થતાં રાહદારીઓ અહીથી પસાર થવા માટે મોટી મુશ્કેલી પડે છે. આ હાલત છેલ્લા ઘણા મહિના થયા તેમ છતાં આ રોડની હાલત આવી જ છે. દિવસેને દિવસે વધુને વધુ ખરાબ થઈ રહી છે. આ રોડ ઉપરથી પસાર થતાં વાહનોને ભારે નુકસાન થાય છે અને એમ્બ્યુલન્સ પણ રોડ ઉપરથી ચલાવી શકતા નથી.
આ રોડ નેશનલ હાઇ-વેમાં આવતો હોવાથી કોઈ ધ્યાન આપતું નથી. આ રોડને રીપેર કરવાની તંત્રની કોઈ ઈચ્છા ના હોય તેવું સ્પષ્ટ જોવા મળે છે. ત્યારે સરકાર શા માટે ટેક્સ વસૂલે છે તેવો પ્રશ્ન સ્થાનિકોમાં ઊભો થયો રહ્યો છે.
નવાગઢના લોકો,રાહદારીઓ,વેપારીઓ અનેક વાર તંત્ર, સત્તાધીશો,તેમજ ધારાસભ્ય અને સાંસદ સભ્યને અનેક.રજૂઆતો.કરવા છતાં કોઈ નક્કર પગલાં ભરવાનાં આવતા વેપારીઓ ત્રાહિમામ્ પોકારી ઉઠ્યા છે
રોડની બિસ્માર હાલતનાં કારણે વેપારીઓની ધૂળ ઉડવાને કારણે મોટા ભાગની દુકાનો ધૂળ ધૂળ ભરાય જાય છે. દુકાનદારોને વારંવાર દુકાનોની સફાઈ કરવી પડે છે ઉપરાંત ધૂળને કારણે શ્વાસ લેવામાં પણ તકલીફ પડે છે.ત્યારે આજે વેપારીઓ દ્વારા રોડ બંધ કરી વાહનો રોકી વિરોધ નોંધાવ્યો હતો સાથે માર્ગ અને મકાન વિભાગની ઓફિસ ખાતે આવેદન પત્ર પાઠવ્યું હતું અને સત્વરે આ રોડનું કામ ચાલુ કરવામાં આવે તેવી માંગણી કરી હતી.
આ બાબતે માર્ગ અને મકાન વિભાગના અધિકારી ઓફિસ ખાતે હાજરનાં હોય તેમની સાથે સંપર્ક સાધવાનાં પ્રયાસ કરતા જણાવ્યું હતું કે આ રોડની સીસી રોડની દરખાસ્ત મુકવામાં આવી હોવાનું જણાવ્યું હતું પરતું અધિકારી દ્વારા નક્કર જવાબ આપવામાં ઠાગાઠૈયા કરતા પણ જોવા મળ્યા છે.હવે આ રોડ બાબતે આગળના સમયમાં શું પગલાં લેવામાં આવે છે તે જોવાનું રહ્યું.