
તા.૧૭ જૂન
વાત્સલ્યમ્ સમાચાર
ફોકલ ઓફિસર અને અધિક્ષક ઇજનેર, રાજકોટ સિંચાઈ વર્તુળ, ફ્લડ સેલ તરફથી જણાવાયા મુજબ, રાજકોટ તાલુકાના માધાપર ગામ પાસેનો આજી-૨ ડેમ તેની નિર્ધારિત સપાટીએ પૂર્ણ ભરાઈ ગયેલ હોવાથી ડેમના ચાર દરવાજા ૧.૫ ફુટે ખોલવામાં આવ્યા હતા, હતા.

જે વધારીને ૧૪ દરવાજા ૧.૫ ફુટ આઠ કલાકે ખોલવામાં આવશે. ડેમમાં ૨૨૦૦ ક્યુસેકના પ્રવાહની આવક છે અને ડેમમાંથી ૨૨૦૦ ક્યુસેકનો પ્રવાહ છોડવામાં આવશે. જળાશયની ભરપૂર સપાટી ૭૩.૭૬ મીટર છે અને હાલની સપાટી ૬૮ મીટર છે આથી પડધરી તાલુકાના અડબાલકા, બાઘી, દહીસરડા, ડુંગરકા, ગઢડા, હરીપર, ખંઢેરી, નારણકા, ઉકરડા તથા જૂના નારણકા ગામના લોકોને નદીના પટમાં અવરજવર ન કરવા અને સાવચેત રહેવા સૂચના આપવામાં આવે છે.
[wptube id="1252022"]








