22 ફેબ્રુઆરી વાત્સલ્યમ્ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા 
શ્રી અખિલ આંજણા કેળવણી મંડળ, વિસનગર સંચાલિત આદર્શ વિદ્યાલય, વિસનગરમાં “વાર્ષિકોત્સવ” અંતર્ગત રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.આ રમતોત્સવને શોભાવવા મહેમાનશ્રીઓ એવા શ્રી વિરલભાઈ ચૌધરી (જિલ્લા રમગમત અધિકારી, મહેસાણા), શ્રી તરુણભાઈ ચૌધરી (પ્રમુખશ્રી, આંજણા યુવક મંડળ,ગુ. રાજ્ય) તથા શ્રી અખિલ આંજણા કેળવણી મંડળ વિસનગરના પ્રમુખશ્રી કે.કે. ચૌધરી, મંત્રીશ્રી જે.ડી.ચૌધરી, શાળા સંચાલન સમિતિના મંત્રીશ્રી વી.જી.ચૌધરી, શ્રી જેસંગભાઈ બી. ચૌધરી(આંતરીક ઓડીટરશ્રી), શ્રી ખુમજીભાઈ કે. ચૌધરી (સભ્યશ્રી, શા.સં.સમિતિ), કારોબારી સભ્યશ્રી પ્રતાપભાઈ વી. ચૌધરી અને ફુલજીભાઈ ચૌધરી વગેરે ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત પ્રાર્થના ગીતથી કરવામાં આવી હતી. ત્યારબાદ શાળાની બાલિકાઓ દ્રારા સ્વાગત ગીત રજૂ કરવામાં આવ્યું હતું. શાળાના આચાર્યશ્રીએ મહેમાનશ્રીઓનું શાબ્દિક સ્વાગત કરી પરીચય આપ્યો હતો અને કેળવણી મંડળના હોદ્દેદારશ્રીઓ દ્રારા મહેમાનશ્રીઓનું બુકે, સાલ તથા મોમેન્ટથી સ્વાગત કરવામાં આવ્યું હતું.ત્યારબાદ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શુભ શરૂઆત કરવામાં આવી હતી. જેમાં શાળાના વિદ્યાર્થીઓએ શ્લોક ગાન, પિરામિડ, બંબુ કસરત, તલવારબાજી વગેરે સાંસ્કૃત્તિક કાર્યક્રમો પણ રજૂ કર્યા હતા.આ કાર્યક્રમની સાથે શાળાના તેજસ્વી વિદ્યાર્થીઓ કે જેમને શિક્ષણ ક્ષેત્રે, રમતગમત ક્ષેત્રે કે અન્ય સહઅભ્યાસિક પ્રવૃતિ ક્ષેત્રે સિદ્ધિ હાંસલ કરી હોય તેમને તથા આજના સાંસ્કૃતિ પ્રવૃતિમાં ભાગ લેનાર તમામ વિદ્યાર્થિઓને મહેમાનશ્રીઓના વરદ્ હસ્તે સિલ્વર મેડલ, ફાઈલ, સ્કૂલ બેગ વગેરે ઈનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. પ્રાસંગિકપ્રવચનમાંઆવેલામહેમાનશ્રીઓએ મનુષ્યના જીવનમાં રમતગમતનું મહત્ત્વ તથા રમતો દ્રારા વિધાર્થીઓમાં સંઘભાવના, નિર્ણય શક્તિ, તર્ક શક્તિ વગેરેનો વિકાસ તથા નિરોગી જીવન કેળવાય વગેરે વિશે પ્રાસંગિક પ્રવચન આપી વિધાર્થીઓને પ્રેરણા પૂરી પાડી રમતોત્સવને ખુલ્લો મૂક્યો હતો.આ રમતોત્સવમાં કબડ્ડી, વોલીબોલ, સંગીત ખુરશી, લીંબુ ચમચી, ફુગ્ગા ફોડ, સિક્કા શોધ વગેરે રમતો યોજવામાં આવી હતી. જેમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો. આ રમતોત્સવમાં વિજેતા બનેલ વિધાર્થીઓને મહેમાનશ્રીઓના વરદ્ હસ્તે પ્રોત્સાહક ઇનામો આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. સાથે સાથે આ રમતોત્સવને નિહાળવા વિધાર્થીઓના વાલીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. પ્રમુખ શ્રી એ સૌને અભિનંદન પાઠવ્યા હતા. 




