KALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ કુમાર શાળા ખાતે વિશ્વ વન દિવસ ની ઉજવણી કરવામાં આવી.

તારીખ ૨૫ માર્ચ

વાત્સલ્યમ્ સમાચાર

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલ કુમાર શાળા ખાતે વિશ્વ વન દિવસ અને વિશ્વ કવિતા દિવસની પણ ઉજવણી કરવામાં આવી છે જેમાં ધોરણ છ થી આઠ ના બાળકોએ ચિત્ર સ્પર્ધા વકૃત્વ સ્પર્ધામાં ભાગ લીધો હતો અને વનોના મહત્વ વિશે બાળકોને જણાવવામાં આવ્યું હતું કાલોલ કુમાર શાળાના ધોરણ છ થી આઠમાં ભણાવતા શિક્ષિકાબેન હિનાબેન પરમાર દ્વારા બાળકોને માર્ગદર્શન આપ્યું હતું.

આગામી સમય માં જલ વાયુ પરિવર્તનમાં થતાં ફેરફાર એ વૃક્ષ છેદન ને લીધે થયું છે તેથી વૃક્ષોનું જતન કરવું એ આપણી નૈતિક જવાબદારી છે. એવું શાળાના આચાર્ય દ્વારા બાળકોને સમજાવ્યું હતું.વિશ્વ જળ દિવસ નિમિત્તે પાણી બચાવવા વિશે પણ વિચારવું જોઈએ.આગમી સમયમાં કપરી પરિસ્થિતિમાં આવી ન જવાય તે માટે પાણી નો બચાવ કરવા ઉપર પણ શિક્ષકો દ્વારા બાળકોને સમજાવ્યું હતું.

[wptube id="1252022"]
Back to top button