JETPURRAJKOT

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે યોગ દિવસ અને ત્રિદિવસીય પ્રોટોકોલ યોગ શિબિર યોજાઈ

તા.૨૨ જૂન

વાત્સલ્યમ્ સમાચાર

અમુ સિંગલ જેતપુર

સૌરાષ્ટ્ર યુનિવર્સીટી ખાતે ‘‘વિશ્વ યોગ દિવસ’’ના અનુસંધાને ઇન્ડોર સ્ટેડિયમ ખાતે ત્રિદિવસીય પ્રોટોકોલ યોગ શિબિર યોજાઈ હતી.

‘‘વિશ્વ યોગ દિવસ’’ની ઉજવણીમાં ટીચિંગ, નોનટીચિંગ, ભવનના વિદ્યાર્થીઓ જોડાયા હતાં. આ તકે યોગ સેશન ઉપરાંત યોગમાં વિશેષ પારંગત એવા ૮ વિદ્યાર્થીઓ દ્વારા યોગનિદર્શન કરવામાં આવ્યું હતું.

પ્રોટોકોલ યોગ શિબિરમાં યોગ કોચ શ્રી મનોજભાઈ ધોરાજીયા અને નીલમબેન સુતરિયાએ શિબિરાર્થીઓને વિવિધ આસનો અને પ્રાણાયમની પ્રેક્ટિસ કરાવી હતી.

[wptube id="1252022"]
Back to top button