GUJARATJETPURRAJKOT

Rajkot: રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોને ગ્રામજનોએ બનાવ્યા સ્વચ્છ

તા.૨૦/૧૧/૨૦૨૩

વાત્સલ્યમ્ સમાચાર

અમુ સિંગલ જેતપુર

Rajkot: ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાનને રાજકોટ જિલ્લામાં વ્યાપક પ્રતિસાદ મળી રહ્યો છે. જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં બસ સ્ટેશન, જાહેર સ્થળો, ગામોના મુખ્ય માર્ગો પાસેના વિસ્તારો, આંગણવાડી વિસ્તાર, શાળાઓ, ગામના પ્રવેશ દ્વાર, આરોગ્ય કેન્દ્રો સહિતના સ્થળો પર ગ્રામજનોના શ્રમદાન થકી ગામોને સ્વચ્છ બનાવાયા હતા.

આ અભિયાનમાં લોધિકા તાલુકાનું પાળ ગામ, કોટડાસાંગાણી તાલુકાની નવી મેંગણી અને અનિડા વાછડા ખાતે સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરાઇ હતી. “કચરો કચરા પેટીમાં નાખવો” ના સુવાક્યો સાથે ગ્રામીણ વિસ્તારના રહેણાંક અને જાહેર સ્થળોની દિવાલો પર લખાણ કરાયેલ હતા. ગામડામાં જૂના જામેલા કચરાના ઢગલા, ઝાડી-ઝાંખરા દૂર કરીને વિસ્તારો સુઘડ બનાવ્યા હતા. આમ, ગ્રામ્ય વિસ્તારોમાં થયેલી સ્વચ્છતા ઝુંબેશમાં નાગરિકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

[wptube id="1252022"]
Back to top button