
રાજકોટમાં રાજકોટ-ભાવનગર હાઇવે પર આવેલ ત્રંબા ગામે જગતગુરુ શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીના વડપણ હેઠળ સંતોનું મહાસંમેલન મળ્યું હતું. આ ધર્મસભા સંત સંમેલનમાં દેશભરના સાધુ-સંતો ઉપસ્થિત રહ્યા હતા. તમામ સંતોએ મળીને સનાતન ધર્મ સંત સમિતિનુ દિલ્હીમાં મૂખ્ય કાર્યાલય ખોલવા તેમજ બાદમાં રાજ્યવાર પ્રમુખો અને કાર્યકારી પ્રમુખોની નિમણૂક કરવાનો નિર્ણય કર્યો હતો.
શેરનાથ બાપુને ગુજરાત સનાતન ધર્મ સમિતિના અધ્યક્ષ તથા દુધરેજના કનીરામ બાપુને કાયૅકારી અધ્યક્ષ, મહામંત્રી તરીકે લીંબડીના લલિતકિશોરજી મહારાજા, તથા સભ્ય તરીકે જગન્નાથના દિલીપદાસજી મહારાજ, મહેશગિરી, પાળીયાદના નિર્મળાબા, જુનાગઢના ઇન્દ્રભારતી, સત્તાધારના વિજયબાપુ સહિતની નિમણૂક કરવામાં આવી હતી.
સનાતન ધર્મને મજબુત કરવા માટે સનાતન ધર્મ સંસ્થાન સેવા ટ્રસ્ટ દ્વારા સનાતન ધર્મના દેવાલયોની સુરક્ષા, ગૌ માતાને રાષ્ટ્રમાતા જાહેર કરવા, સંસ્કૃતના વિદ્યાલયો ખોલવા, વેદાંત યુનિવર્સીટી સ્થાપિત કરવા, વેદાંત યુનિવર્સીટી સ્થાપિત કરવા, યુવાનોના ભણતર અને સાધુ બનીને મઠની રચના કરવા સહિતના મુદ્દાઓ પર દ્રઢ નિર્ધાર કરવામાં આવ્યો હતો.
આ ઉપરાંત સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા હિન્દૂ દેવી-દેવતાઓ વિષે પુસ્તકોમાં લખેલા લખાણો વિશે કરવામાં ચર્ચા કરવામાં આવી હતી.
આ ધર્મસભામાં જગતગુરૂ શંકરાચાર્ય દ્વારકાપીઠના પીઠાધીશ્વર સદાનંદ સરસ્વતી મહારાજ, કથાકાર મોરારીબાપુ, કથાકાર રમેશ ઓઝા, સંત શેરનાથ બાપુ, ઇન્દ્રભારતી બાપુ, કણીરામ બાપુ, દિલીપદાસજી, નિર્મળાબા પાળીયાદ, કરસનદાસ બાપુ, લલીત કિશોર બાપુ સહિતના સાધુ સંતો ઉપસ્થિત રહ્યા હતા.
દ્વારિકાપીઠાધીશ્વર શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીએ કહ્યુ કે કોઇપણ વ્યક્તિ અમારા દેવી દેવતાઓનું અપમાન નહિ કરી શકે. એક્ટર હોય કે ડિરેક્ટર હોય કોઇપણ ફિલ્મમાં દેવી દેવતાનું અપમાન સહન નહિ થાય. મહારાજા ફિલ્મમાં શ્રીનાથજી ભગવાન દ્રારિકાધીશ ભગવાનનું ચિત્ર ઉપયોગ કરીને ખોટી હરકત કરાઇ છે…જેની વિરુદ્ધ સનાતન ધર્મ સંસ્થા વિરોધમાં ઠરાવ કરે છે. કેટલાક સનાતન ધર્મની જ પાંખ પોતાની અગ્નાનતાને કારણે દેવી દેવતાનું અપમાન કરી રહ્યા છે, હવે તે નહિ ચાલે.