RAJKOT

ધોરાજી તાલુકાના ભાદર-૨ ડેમના ૮ દરવાજા ૫ ફુટ ખોલાયા, હેઠવાસના ગામોને સાવચેત રહેવા સુચના

તા.૧૯/૭/૨૦૨૩

વાત્સલ્યમ્ સમાચાર

અમુ સિંગલ જેતપુર

નાયબ કાર્યપાલક ઈજનેરશ્રી, ગુણવત્તા નિયમન પેટા વિભાગ, રાજકોટ સિંચાઈ વર્તુળ તરફથી મળેલ સૂચના અનુસાર, ભારે વરસાદને કારણે ધોરાજી તાલુકાના ભાદર-૨ ડેમનાં ૮ દરવાજા ૫ ફૂટ ખોલવામાં આવ્યા છે તથા ૫૫૦૧૪ કયુસેક પાણીની આવક સામે ૫૫૦૧૪ ક્યુસેક પાણીનો પ્રવાહ છોડવામાં આવી રહ્યો હોવાથી ધોરાજી તાલુકાના ભોળા, ભોળગામડા, છાડવાવદર અને સુપેડી તેમજ ઉપલેટા તાલુકાના ડુમિયાણી, ચીખલીયા, સમઢીયાળા, ગણોદ, ભીમોરા, ગાધા, ગંદોડ, હાડફોડી, ઈસરા, કુંઢેચ, લાઠ, મેલી મજેઠી, નિલાખા, તલગણા તથા ઉપલેટાના લોકોને નદીના પટમાં અવરજવર નહિ કરવા તેમજ સાવચેત રહેવા ડિઝાસ્ટર મેનેજમેન્ટ, મામલતદારશ્રીની યાદીમાં જણાવાયું છે.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button