BANASKANTHAKANKREJ

થરા ખાતે વાંકાનેર સ્ટેટ રાજવી કેશરીદેવસિહ ઝાલાનું ભવ્ય રેલી દ્વારા સન્માન કરવામાં આવ્યું.

ગુજરાતની ધન્યધરામાં ૫૬૨ રજવાડાં અર્પણ કરનાર રાજપૂત સમાજની ખાનદાની આજે પણ પ્રચલિત છે.એવા ખાનદાનીના સુરવીર વાંકાનેર સ્ટેટમાજી રાજવી એવમ રાજ્યસભા સાંસદ કેશરીદેવસિંહજી દિગ્વિજયસિંહજી ઝાલાનું તા.૧૧/૦૩/૨૦૨૪ ને સોમવારના રોજ બપોરે કાંકરેજ તાલુકાના વહેપારી મથક થરા ખાતે શ્રી મહાકાલ સેના બનાસકાંઠા જિલ્લા પ્રમુખ શૈલેન્દ્રસિંહ વાઘેલા,થરા સ્ટેટમાજી રાજવી પરિવાર, કાંકરેજ તાલુકા કરણી સેના, અખિલ યુવા રાજપૂત સંઘ કાંકરેજ,કાંકરેજ જાગીરદાર રાજપૂત કેળવણી મંડળ સહિત સમસ્ત કાંકરેજ જાગીરદાર રાજપૂત સમાજ ના અગ્રણીઓ યુવાનો વડીલો દ્વારા ગાડીઓ અને બાઈક રેલી દ્વારા”જય મહાકાલ”!!!”હર હર મહાદેવ”!! “જય જય ભવાની”ના નારા ઢોલ નગારા સાથે સન્માન કરતા સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું.પંડિત દિનદયાળજી
ઉપાધ્યાય સાંસ્કૃતિક હોલમાં આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના ડૉ.દેવેન્દ્રસિંહ ઝાલાએ શાબ્દિક શબ્દો દ્વારા મહેમાનોને આવકાર્યા હતા. ભારતસિંહ ભટેસરિયા, કેશરીદેવસિહ ઝાલાએ પ્રાસંગિક પ્રવચન કર્યું હતું.ઉપસ્થિત સૌએ કેશરીદેવસિહ ઝાલાને ફુલહાર પહેરાવી ફેંટો બાંધી રજવાડી તલવાર આપી શાલ ઓઢાડી સન્માન કર્યું હતું.સભાને સંબોધી શ્રી ઝાઝાવડા ગ્વાલીનાથ મહાદેવ ના દર્શન બાદ
સંતશ્રી ભરતપુરીબાપુએ પાઘડી પહેરાવી આશીર્વાદ આપ્યા હતા.
નટવર.કે.પ્રજાપતિ,થરા

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button